"આપ" દ્વારા નવતર રીતે વિરોધ સાથે રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી વરસાદના કારણે ભાણવડ તાલુકાના ખેડુતોના તૈયાર પાકને વ્યાપક નુકસાની થતા આ અંગે ખેડૂતોને તાત્કાલીક વળતર ચુકવવા બાબત "આપ" દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભાણવડ તથા આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ભાણવડ તાલુકાના ખેડુતોના તૈયાર પાક નષ્ટ થઈ ગયા છે. જેથી ખેડુતોની ચાર મહિનાની મહેનત જાણે વરસાદમાં ધોવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ભાણવડ તાલુકાના ખેડુતોને તાત્કાલીક ધોરણે સહાય ચુકવવામાં આવે તેમજ ઓગષ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે થયેલી નુકસાનીનું સરવે થઈ ગયુ હોવા છતા સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી ન હોય, જે પણ તાત્કાલીક જાહેર કરવામાં આવે એ મુદ્દે ભાણવડના મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
"આપ"ના કાર્યકરો દ્વારા નવતર વિરોધ વ્યક્ત કરતા મગફળી અને કપાસની અંતિમયાત્રા કાઢીને કરવામાં આવેલી રજૂઆતમાં ખેડુતોને તાત્કાલીક સહાય ચુકવવામાં આવે એવી માંગ સાથે આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech