વિજ્ઞાન દિવસે ઘરમાં પડેલ નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને આકર્ષક ચંદ્રયાન-૩નું મોડલ બનાવવાની પ્રેરણા પિતાએ આપી : દીકરો-દિકરી એક સમાન છે તેવો સમાજને શિક્ષીત પરીવારે આપ્યો મેસેજ : ધ્રોલની દિકરીને ઠેર-ઠેર પ્રંશસા
વધુ એક વાર દીકરીએ સાબીત કર્યું છે કે 'હમ ભી કીસી સે કમ નહી' અને પરીવાર આપેલ શિક્ષણ અને સંસ્કારના જોરે ધ્રોલ જેવા નાના તાલુકામાંથી આવતી અને બીજા ધોરણમાં અભ્યાસ કરતી નીરવા નિકુંજભાઈ કાનાણીએ વિજ્ઞાન દિવસ નિમિતે અલગ પ્રકારની પ્રેરણા સાથે ચંદ્રયાન-૩ નામના મોડલ સાથેનો નવો પ્રોજેકટ બનાવીને શાળાના સંચાલકો તેમજ શિક્ષકોને ચોંકાવનારી ભેટ આવતા સમગ્ર ધ્રોલ તાલુકામાં દિકરી નિરવા છવાઈ ગઈ છે.
ધ્રોલના ખારવા રોડ પર આવેલા પબ્લિક સ્કૂલ શાળામાં અભ્યાસ કરતી નિરવા નિકુંજભાઈ કાનાણીને શાળા તરફથી ૨૮ ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ નિમિતે સાયન્સને લગતો પ્રોજેકટ બનાવવાની જવાબદારી સોપવામાં આવી અને માત્ર બીજા ધોરણમાં અભ્યાસ કરતી નિરવાએ ઘરે જઈને પિતા નિકુંજભાઈ અને માતા જલ્પાબેનને વાત કરતા શિક્ષીત માતા-પિતાએ પુત્રી નિરવાને કંઈક અલગ કરવાની પ્રેરણા આપી હતી. અને પિતા નિકુંજભાઈ કે જેવો ધ્રોલ ખાતે કોમ્યુટર ઈન્સ્ટટુટ ચલાવી રહ્યા છે અને માતા જલ્પાબેન ખાનગી શાળામાં શિક્ષીકા તરીકે જોબ કરી રહ્યા છે તેની પાસેથી પ્રેરણા મેળવીને દિકરી નિરવાએ માતા-પિતાની મદદથી માત્ર બે દિવસ અને ત્રણ રાત્રીની અંદર જ વિજ્ઞાન દિવસ નિમિતે ચંદ્રયાન-૩નું મોડલ બનાવ્યુ હતુ અને વિજ્ઞાન દિવસની ઉજવણી સાથો સાથે આ ચંદ્રયાન-૩ પ્રોજેકટ મોડલ બનાવવા માટે વેસ્ટમાંથી બેસ્ટ પધ્ધતિ અપનાવીને ઘરમાં પડેલ ભેટમાં મળેલ વસ્તુઓ, ખાલી ખોખા, સીસીકેમરાની પીન સહીતનો ઉપયોગ કરીને આકર્ષક ચંદ્રયાન-૩નું મોડલ બનાવવામાં સફળતા મેળવી હતી. અને આ પ્રોજેક્ટને ધ્રોલની ખાનગી શાળામાં નિરવા નિકુંજભાઈ કાનાણીએ રજુ કરીને શિક્ષકો સહીત સૌ કોઈ વિધાર્થીઓને ચૌકાવી દીધા હતા અને ખુબજ પ્રશંસા મેળવી છે.
વધુમાં મળતી વિગત મુજબ માત્ર બીજા ધોરણમાં અભ્યાસ કરતી નાની એવી દિકરી નિરવા કાનાણીએ શિક્ષીત માતા-પિતાની પ્રેરણાથી આ ચંદ્રયાન-૩નું મોડલ બનાવીને ફરી એક વખત સાબીત કર્યું છે કે, શિક્ષણ થકી ભવિષ્ય ઉજવળ છે અને નરેન્દ્રભાઈ મોદીજી 'મન કી બાત' કાર્યક્રમ મારફત દેશના યુવાન-યુવતી સહીત સૌકોઈને વિવિધ વિષયો ઉપર ચર્ચા કરીને વિજ્ઞાન પ્રેત્યેના લક્ષ્ય તેમજ વેસ્ટમાંથી બેસ્ટ પધ્ધતિ અપનાવવાનો અભિગમને આગળ વધારવા માટે દેશ માટે આ નાની એવી દિકરી પ્રેરણાસ્ત્રોત બનાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિકુંજભાઈ કાનાણી અને માતા જલ્પાબેનની સંતાનમાં નિરવા એક માત્ર સંતાન છે અને દિકરીને દિકરા સમાન ગણવાની આજના જમાનાની વાતને પણ બળ મળ્યુ છે.
જાણો, શું છે ચંદ્રયાન-૩...?
ભારતના ઈસરો દ્વારા સંચાલીત ચંદ્રયાન કાર્યક્રમ હેઠળ ચંદ પર સંશોધનના અભિયાનનું ત્રીજુ સોપાન છે, ચંદ્રયાન-૨ ની જેમ જ આ અભિયાનમાં પણ વિક્રમ નામનું ઉતરાણ એકમ અને પ્રજ્ઞાન નામનું રોવર સામેલ છે, તેનું સ્થનાંતર એક (પ્રોપુસેશન મોડલ) પરીભ્રમણીક એકમની ભૂમિકા ભજવશે, સ્થનાંતર એકમ ઉતરાણ એકમ અને રોવ બંનેને જયાં સુધી ચંદ્રની કક્ષાના ૧૦૦ કી.મી. (૬૨ મી.) સુધી ન પહોંચાય ત્યા સુધી તેમનું વહન કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech