35 કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાતા પતંગ રસીકોને પણ મોજ આવી: મોડી સાંજ સુધી અગાસીમાં બ્યુગલના નાદ સાથે યુવક-યુવતિઓએ પતંગની મોજ માણી: 20થી વધુ લોકોને નાની-મોટી ઇજા: 15થી વધુ પક્ષીઓ દોરાથી ઘાયલ: ગામડાઓમાં દાનનો મહીમા વઘ્યો...
જામનગર સહિત સમગ્ર હાલારમાં મકરસંક્રાંતિના પવિત્ર પર્વની ગઇકાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ઠેર-ઠેર ડીજેના સથવારે અગાસી અને ધાબા પરથી એ કાયપો છે...ના નાદ સાથે યુવક-યુવતિઓ અને મોટેરાઓએ પતંગ કાપવાની મજા માણી હતી અને કેટલાક લોકોએ તો અગાસી ઉપર જ પુરી, ઉંધીયા, શેરડી, ચીકી, જીંજરા, તલના લાડુ, મમરાના લાડુનો સ્વાદ માણ્યો હતો, હાલારના ગામડાઓમાં અને જામનગર શહેરમાં લોકોએ પશુઓને ઘાસચારો નાખ્યો હતો અને ઠેકઠેકાણે ગરીબોને દાન કરવામાં આવ્યું હતું, મંદિરોમાં પણ વિવિધ દર્શન કરવામાં આવ્યા હતાં.
આ વર્ષે મકરસંક્રાંતિના દિવસે જામનગરમાં પુરી અને ઉંધીયાનું વેંચાણ મોટા પ્રમાણમાં થયું હતું, કેટલાક દુકાનદારો દ્વારા ચીજવસ્તુઓનું બુકીંગ કરવામાં આવે છે, એટલું જ નહીં વિવિધ પ્રકારની તલ, ચીકી અને મમરાના લાડુ, શેરડી, જીંજરા, પતંગ, દોરા, બ્યુગલ, મુખોટા, ટોપી, ચશ્મા સહિતની ચીજવસ્તુનું વેંચાણ વધી ગયું છે, જીંજરાના ભાવમાં પણ 20 થી 25 ટકાનો વધારો થયો છે. શ સેકશન રોડ ઉપર તો જાણે કે પતંગ, દોરા અને અન્ય ચીજવસ્તુ માટેની બજાર ઉભી થઇ હોય એવા દ્રશ્યો સજાયર્િ છે, શિવમ પેટ્રોલ પંપની સામે મંડપ બાંધીને આ પ્રકારની ચીજવસ્તુનું વેંચાણ થયું હતું.
કેટલીક સંસ્થાઓ દ્વારા પશુઓને નિરણ અને ઘાસચારો નાખવામાં આવ્યો હતો, ડીકેવી કોલેજ, શ સેકશન રોડ, ભીડભંજન, બાલા હનુમાન, સિઘ્ધનાથ મંદિર, અન્નપૂણર્િ મંદિર સહિતની જગ્યાઓએ ગરીબોને મીઠાઇ, ચીકી, મમરા, શેરડીનું દાન કરવામાં આવ્યું હતું, સેતાવાડ પાસે આવેલા સુર્ય મંદિરમાં પણ ભગવાન સૂર્યનારાયણને નમન કરવા ભાવીકોનો ઘસારો જોવા મળ્યો હતો. જામનગર, કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ધ્રોલ, જોડીયા, ભાણવડ, જામજોધપુર, લાલપુર, સલાયા, ફલ્લા, ભાટીયા, રાવલ સહિતના ગામોમાં પણ લોકોએ પતંગોની મોજ માણી હતી અને કેટલાક લોકોએ આજુબાજુના સ્થળે પ્રવાસ પણ કર્યો હતો.
ગઇકાલે સવારના 9 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી આકાશમાં એ આવ્યો...કાપ્યો છે...પકડ-પકડ...જો-જો ઘ્યાન રાખજો એવા નાદ પણ સાંભળવા મળ્યા હતાં. જો કે વધુ પવનને કારણે પણ કેટલાક લોકોએ અગાસી પરથી વહેલું ઉતરી જવાનું મુનાસીબ માન્યું હતું, જામનગરની બજારમાં ઉંધીયાની ભારે બોલબાલા જોવા મળી હતી, ા.300 થી લઇને ા.800 સુધીના વિવિધ પ્રકારના ઉંધીયાનો લોકોએ સ્વાદ માણ્યો હતો અને કેટલાક દુકાનોમાં તો બપોરના 12 વાગ્યા સુધીમાં ઉંધીયુ ખલાસ છે તેવા બોર્ડ પણ લગાવેલા જોવા મળ્યા હતાં, જો કે દર વર્ષની જેમ સાંજે ફાનસ કે તુકકલ જોવા મળ્યા ન હતાં, બપોરના 2 વાગ્યા સુધી દોરા અને પતંગનું પણ ભારે વેંચાણ થયું હતું.
નીજ મંદિરોમાં અને ખાસ કરીને દ્વારકાના જગતમંદિરમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી, પવિત્ર ગોમતી નદીમાં કૃષ્ણ ભકતોએ સ્નાન કરીને કાળીયા ઠાકોરને શીશ નમાવ્યું હતું અને લોકોએ પણ દ્વારકામાં દાન કર્યુ હતું, બેટ જવાની મનાઇ હોવાથી યાત્રાળુઓમાં થોડી નારાજગી જોવા મળી હતી, આમ ગઇકાલે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં પવિત્ર મકરસંક્રાંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં ફ્લેટમાં એરકન્ડિશન મશીનમાં આગથી દોડધામ
May 17, 2025 11:41 AMજામનગરના બેડ ટોલનાકા પર ટોલ ટેક્સ મુદ્દે બોલાચાલી પછી ટ્રકચાલકને મારકુટ
May 17, 2025 11:36 AMશાહરૂખના ઘરે હીરા જડિત નવી નેમ પ્લેટ લાગી, જુઓ નેમ પ્લેટમાં શું લખાવ્યું ?
May 17, 2025 11:36 AMબેડેશ્વર પાસે રાહદારીને ચગદી નાખવાના કેસમાં ટ્રક ચાલકને બે વર્ષની સજા
May 17, 2025 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech