જૂનાગઢમાં કોલેજીયન યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વિધર્મી શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ગર્ભવતી બની ગયા બાદ મિત્રોની મદદી ગર્ભપાત પણ કરાવી નાખ્યો હતો. લવ જેહાદના કિસ્સામાં પોલીસે યુવક અને તેની મદદ કરનાર બે ઇસમો સહિત ત્રણને ઝડપી રિમાન્ડ ર્એ કોર્ટમાં રજૂ કર્યા છે. અમરેલી જિલ્લ ામાં રહેતી યુવતી જૂનાગઢમાં અભ્યાસ કરવા માટે આવી હતી અને તેની બહેનપણી સો ખાનગી બિલ્ડિંગમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. યુવતી ઈન્સ્ટાગ્રામ, વ્હોટસએપ અને સ્નેપચેટના માધ્યમી તાલાળા તાલુકાના ચિત્રાવડના ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝ કાદર સુમરા સો સંપર્કમાં આવી હતી. ફરજ સુમરાએ યુવતીને પોતે વાહન લે વેચનો ધંધો કરે છે અને અપરિણીત છે
તેમ કહી પોતાની સો સંબંધ રાખે તો લગ્ન કરી જીવનભર સો રહેશે તેવી વાતો કરી હતી. ફરાજે તેના મિત્ર સોયબની મદદી જૂનાગઢના કાળવા ચોકમાં આવેલી પેરેમાઉન્ટ હોટલમાં રૂમ બુક કરી યુવતીને ત્યાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત અન્ય સ્ળોએ પણ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના લીધે યુવતી ગર્ભવતી બની ગઈ હતી. આ અંગે જાણ તા ફરજે તેના મિત્ર અશફાકની મદદી યુવતીનો ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવી નાખ્યો હતો.
સમગ્ર ઘટનામાં ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના જણાવ્યા મુજબ ચોકાવનારી વિગત પણ એ પણ મળી હતી કે યુવકે તેની ઓળખ પણ ખોટી આપી હતી આ ઉપરાંત યુવતી કોની સો શું વાત કરે છે તે જાણી શકાય તે માટે ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની જાણ બહાર જ મોબાઈલ ફોન અને વ્હોટસએપ હેક કરી લીધા હતા.પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ કરી ગર્ભપાત કરાવ્યાના કિસ્સામાં આખરે યુવતીએ પરિવારને વાત કરતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા અને ચિત્રાવાડના ફરાજ ઉર્ફે ઈમ્તિયાઝ કાદર સુમરા, તેને મદદ કરનાર જૂનાગઢના સોયબ અને તાલાળાના અશફાક સામે ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરી હતી.
લવ જેહાદની ગંભીર ઘટનામા પોલીસે ત્રણેય યુવકોને ઝડપી લીધા છે. સમગ્ર ઘટનાની તપાસ એસ ઓ જી પીઆઇની દ્વારા ઈ રહી છે. પોલીસે ત્રણેય ઇસમો અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, મોબાઈલ ફોન હેક કેવી રીતે કર્યો, અન્ય યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી છે ઉપરાંત ખોટી ઓળખ શા માટે આપી તે સહિતના મુદ્દાઓ અંગે પૂછપરછ માટે રિમાન્ડની માંગ સો કોર્ટમાં રજૂ કર્યા છે.
ગર્ભપાત કરનાર તબીબ વિરુદ્ધ શે કાર્યવાહી
કુવારી યુવતીનો ગર્ભપાત કરવો તે ગુનો છે તેમ છતાં ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝે તેના મિત્રની મદદી જૂનાગઢના એક તબિયત પાસે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે ખાનગી હોસ્પિટલના તબિયત સામે પણ ગુનો નોંધી કાર્યવાહીની તજવીજ હા ધરી હતી.
યુવતીને બુરખો પહેરાવી ફોટા પાડ્યા હતા
ફરાજ ઉર્ફે ઈમ્તિયાઝ અજમેરી બુરખો લઈ આવ્યો હતો અને તેણે મારે તને આ બુરખામાં જોવી છે તેમ યુવતીને જણાવી બુરખો પહેરાવ્યો હતો અને મકબરા ખાતે લઈ જાય ત્યાં ફોટા પણ પાડ્યા હતા.
સોશિયલ મીડિયામા અપરિણીત હોવાનું જણાવ્યું
ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝે યુવતી ને અપરણિત હોવાનું જણાવ્યું હતું પરંતુ ખરા ર્અમાં તે પરિણીત હતો અને યુવતીનુ શોષણ કરતો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોના-ચાંદીના ભાવ ધડામ, એક દિવસમાં રૂ.7,000 સુધીનો ઘટાડો, ચાંદી 2 લાખની નજીક આવી ગઈ
October 22, 2026 06:48 PMઓનલાઈન પરીક્ષામાં 75% માર્ક મેળવનારને જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકાર નવા નિયમો લાદવાની તૈયારીમાં
October 22, 2026 06:37 PM2 રૂપિયાનો શેર પૈસા છાપવાનું મશીન બન્યો, 1 લાખનું રોકાણ કરનારા કરોડપતિ બન્યા
October 22, 2026 06:29 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
