પ્રવર્તમાન પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અને સતર્કતાની સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજેન્દર કુમાર

  • May 10, 2025 04:14 PM 

પ્રભારી સચિવએ જિલ્લા વહીવટી તંત્રને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં સુસજ્જ રહેવા આપ્યું જરૂરી માર્ગદર્શન 

પ્રવાસન, દેવસ્થાન મેનેજમેન્ટ, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ બોર્ડના સચિવ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ રાજેન્દર કુમારે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી પ્રવર્તમાન પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી. 

બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લામાં આરોગ્ય, પાણી પૂરવઠો, અનાજ પુરવઠો, સ્થળાંતર માટે વાહનો તેમજ વીજ પુરવઠો સહિત પૂરતી વ્યવસ્થા અંગેની માહિતી સબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. તેમજ છેવાડા નાગરિક સુધી વહીવટી તંત્ર દ્વારા મજબૂત સંપર્ક સ્થાપિત કરવા અને વિકટ પરિસ્થિતિમાં સચોટ માહિતી વહીવટી તંત્ર તથા સરકાર સુધી કેવી રીતે પહોંચશે તે અંગે પણ સમીક્ષા કરી હતી. તમામ જિલ્લા કક્ષાની અને અન્ય કચેરીઓના કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવવા અને કોઈપણ સ્થિતિમાં માટે સુસજ્જ રહેવા જણાવ્યું હતું.

જિલ્લા પ્રભારી સચિવને જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓની માત્રા પૂરતા પ્રમાણમાં છે, તેવું જણાવી જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા પ્રભારી સચિવએ જિલ્લાના નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. 

ઉપરાંત નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ કામગીરીઓ અંગે પ્રભારી સચિવને માહિતગાર કર્યા હતા. 

બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ.જોશી, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News