ખેતી પ્રધાન દેશ ગણાતા ભારતે ડીજીટલ ક્ષેત્રે પણ અસાધારણ પ્રગતિ નોંધાવી છે અને સ્માર્ટફોનના ડેટા વપરાશમાં ભારત વિશ્વભરના તમામ દેશને પાછળ છોડીને સૌથી ટોચ પર બિરાજે છે. સ્વીડિશ ટેલિકોમ ગિયર નિર્માતા એરિકસન દ્રારા હાથ ધરવામાં આવેલા એક અહેવાલના તારણ મુજબ, ભારતમાં ૫જી સબ્સ્ક્રાઇ બર્સની સંખ્યા ૨૦૩૧ના અતં સુધીમાં ૧.૧ અબજને વટાવી જવાનો અંદાજ છે, જે કુલ મોબાઇલ સબ સ્ક્રીશન ૮૧ ટકા છે.એરિકસન મોબિલિટી રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૨૫ ના અતં સુધીમાં, ભારતમાં ૫જી સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૪૩૦ મિલિયન સુધી પહોંચી ગઈ હતી, જે કુલ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સના ૩૫ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.હાલમાં દેશમાં ૪૬ ટકા હિસ્સા સાથે ૪ઋ યુઝર્સનું પ્રભુત્વ
રિપોર્ટમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ૪જી હાલમાં ભારતમાં ૪૬ ટકા હિસ્સા સાથે આગળ છે, પરંતુ જેમ જેમ વપરાશકર્તાઓ ૫જી તરફ વળે છે, તેમ તેમ ૪જી સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૦૨૫ માં આશરે ૫૭ કરોડથી ઘટીને ૨૦૩૧ સુધીમાં આશરે ૧૬ કરોડ થવાનો અંદાજ છે. એરિકસન ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર નીતિન બંસલે જણાવ્યું હતું કે ભારતમાં ઝડપથી વધી રહેલ ૫જી અપનાવવાની ક્ષમતા ઉન્નત મોબાઇલ બ્રોડબેન્ડ પર આધારિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં એક મજબૂત અને સુરક્ષિત ૫જી ઇન્ફ્રાસ્ટ્રકચર મોટા પાયે સમાવેશ, શાસન અને નવીનતાને પ્રોત્સાહન આપી રહ્યું છે. એક ભારતીય કંપનીએ તાજેતરમાં તેના પોસ્ટપેઇડ ૫જી ગ્રાહકો માટે નેટવર્ક સ્લાઇસિંગ પર આધારિત એક અલગ કનેકિટવિટી સેવા શ કરી છે. આ બજારમાં અધતન ૫જી ઉપયોગના કેસોમાં વૃદ્ધિનો સંકેત આપે છે. વૈશ્વિક સ્તરે, ૨૦૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ૫જી મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૩ અબજને વટાવી ગઈ છે. ટેલિકોમ કંપનીઓ તરફથી ૫જી સ્ટેન્ડઅલોન નેટવર્ક સ્લાઇસિંગ સેવાઓની વાણિિયક ઓફરિંગ સતત વધી રહી છે, યારે ઘણી કંપનીઓ માટે, અપલોડ ડેટા ટ્રાફિક વૃદ્ધિ ડાઉનલોડ ટ્રાફિકને પાછળ છોડી રહી છે.દેશનો સરેરાશ માસિક ડેટા વપરાશ ૩૭ જીબી
સ્માર્ટફોન મોબાઇલ ડેટા વપરાશમાં ભારત વૈશ્વિક સ્તરે આગળ છે. સરેરાશ માસિક વપરાશ, હાલમાં ૩૭જીબી છે, ૨૦૩૧ સુધીમાં લગભગ બમણો થઈને ૭૦જીબી થવાની ધારણા છે.પોસાય તેવા ૫જી સ્માર્ટફોનની ઉપલબ્ધતા, લગભગ તમામ જિલ્લાઓમાં મજબૂત નેટવર્ક કવરેજ અને ૫જી ફિકસડ વાયરલેસ એકસેસ સેવાઓનો વધતો સ્વીકાર દેશમાં ૫જી અપનાવવાને ઝડપી બનાવી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં ૫જી અપનાવતા યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. આનું કારણ સસ્તા ૫જી –સક્ષમ સ્માર્ટફોન અને ઉપકરણોની ઉપલબ્ધતા, લગભગ તમામ જિલ્લાઓમાં નેટવર્ક કવરેજનું વિસ્તરણ અને ૫જી ફિકસડ વાયરલેસ એકસેસ સેવાઓનો ઝડપી રોલઆઉટ છે