સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ અને પત્રકારો સાથે સૂર્યકિરણ ટીમે સંવાદ સાધ્યો: આવતીકાલ તા.૨૫ તથા તા. ૨૬ મી જાન્યુઆરીના રોજ બપોરે ૨:૧૫ વાગ્યાથી જામનગરના આકાશમાં સર્જાશે અદ્ભુત દ્રશ્યો
જામનગર તા.૨૪ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે જામનગરમાં તા.૨૫ અને તા.૨૬ જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શો કરવામાં આવશે. ૯ વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોચી છે. આ ટીમના પાયલોટ અને કમેન્ટેટર દ્વારા જામનગરમાં સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ પત્રકાર મિત્રો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નો, ટીમ સુર્યકીરણની કામગીરી, એર શો વિષે માહિતી આપી હતી.
આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૨:૧૫ વાગ્યાથી એર શો શરુ થશે. જામનગર ખંભાળિયા હાઈવે સ્વામીનારાયણ મંદીરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શો જોવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૯૬માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બીરૂદ ધરાવે છે. આવતીકાલે આ ચુનંદા ટીમ, સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડશે. જેમાં આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે. આ નવ વિમાનો 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવ્યાજ દર અને ફુગાવામાં ઘટાડાને કારણે શહેરી પરિવારોની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો
May 16, 2025 10:54 AMકાલાવડમાં વૃઘ્ધ વેપારી તાળુ મારે એ પહેલા યમરાજે જીંદગી લોક કરી
May 16, 2025 10:51 AMભાટિયા, ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે પ્રૌઢના મોત
May 16, 2025 10:48 AMઝેલેન્સકી અને પુતિન વચ્ચે સંતાકુકડી, યુદ્ધ સમાપ્તિ માટે કોઈ ગંભીર નહી
May 16, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech