રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીએ ભાદરવી મેઘસવારી વરસતા સાર્વત્રિક સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રના ૧૬ ડેમમાં ૦.૧૦ ફૂટથી ૧૪.૬૦ ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના કુલ ૮૩માંથી ૭૮ ડેમ સાઇટ ઉપર અડધો ઇંચથી પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
વિશેષમાં ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, સૌથી વધુ ૧૪.૬૦ ફૂટ નવા નીરની આવક રાજકોટ જિલ્લાના ગોંડલી ડેમમાં થવા પામી છે. જ્યારે ડેમ સાઇટ ઉપર વરસાદ જોઈએ તો જામકંડોરણા તાલુકાના ફોફળ ડેમ ઉપર ચાર ઇંચ અને ગોંડલ તાલુકાના વાછપરી ડેમ ઉપર સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા અને ચાલુ ચોમાસે અગાઉ એક વખત ઓવરફ્લો થઇ ચૂકેલા આજી-૨ અને ન્યારી-૨ ડેમમાં ધોધમાર આવક થતા ફરી દરવાજા ખોલાયા છે, આજી-૨ ડેમના બે દરવાજા ૦.૦૭૫ મીટર સુધી ખોલાયા છે અને ન્યારી-૨ ડેમનો એક દરવાજો ૦.૧૫ મીટર સુધી ખોલવામાં આવ્યો છે.
ક્યા ડેમમાં નવા નીરની કેટલી આવક
ન્યારી-૧: ૦.૧૬ ફૂટ
ન્યારી-૨: ૦.૨૩ ફૂટ
ફોફળ: ૦.૬૨ ફૂટ
ગોંડલી: ૧૪.૬૦ ફૂટ
વાછપરી: ૭.૯૧ ફૂટ
છાપરવાડી-૧: ૦.૩૩ ફૂટ
કરમાળ: ૪.૫૯ ફૂટ
મોરબી જિલ્લો
મચ્છુ-૨: ૦.૫૨ ફૂટ
ધોડાધ્રોઇ: ૦.૬૬ ફૂટ
બ્રાહ્મણી-૨: બે ફૂટ
મચ્છુ-૩: ૧.૫૦ ફૂટ
જામનગર જિલ્લો
ઉંડ-૧: ૦.૨૬
કંકાવટી: ૮.૪૬ ફૂટ
ઉમિયાસાગર: ૦.૧૬ ફૂટ
સુરેન્દ્રનગર જિલ્લો
વઢવાણ ભોગાવો-૧: ૦.૩૯ ફૂટ
વઢવાણ ભોગાવો-૨: ૦.૫૯ ફૂટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationPVR INOX ના 'નો કેશ, ઓન્લી UPI' નિર્ણય પર બબાલ: અમદાવાદના ગ્રાહકે મોકલી લીગલ નોટિસ
September 20, 2026 11:11 PMરાજકોટમાં વાહનની વિગતો મોકલી સાયબર ગઠિયાઓએ વેપારીના ખાતામાંથી સેરવી લીધા રૂ.8.12 લાખ
September 20, 2026 06:53 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
