કલ્યાણપુર તાલુકાના હર્ષદપુર વિસ્તારમાં કચોરીયા વાડી ખાતે રહેતી અને નાનજીભાઈ રામજીભાઈ કણજારીયાની 26 વર્ષની પરિણીત પુત્રી મીનાબેન પ્રકાશભાઈ નકુમને તેણીના લગ્નજીવન દરમિયાન ભિવંડી ખાતે રહેતા તેણીના પતિ પ્રકાશ જેઠાલાલ નકુમ, સસરા જેઠાલાલ નાનજીભાઈ, સાસુ નર્મદાબેન, દેર નીતિન, કાકાજી સસરા નરેશભાઈ નાનજીભાઈ, કાકીજી સાસુ ભારતીબેન નરેશભાઈ તેમજ દેર મનીષ નરેશભાઈ નકુમ દ્વારા અવારનવાર નાની-નાની વાતે ઝઘડો કરી, શારીરિક તેમજ માનસિક દુઃખ-ત્રાસ આપી, પહેર્યા કપડે ઘરની બહાર કાઢી મૂક્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ સાત સાસરિયાંઓ સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિસામણે બેઠેલી પત્નીને સાસરે તેડવા ગયેલા યુવાન ઉપર હુમલો: ગોરાણા ગામનો બનાવ
પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે રહેતા નાગાજણભાઈ બાબુભાઈ મોઢવાડિયા નામના 39 વર્ષના મેર યુવાનના પત્ની ગીતાબેન છેલ્લા પાંચેક દિવસથી તેમના માવતરે રીસામણે બેઠા હતા. આ પછી ગત તારીખ 18 ના રોજ ફરિયાદી નાગાજણભાઈ ગોરાણા ગામે તેમના પત્ની ગીતાબેનને પોતાના ઘરે તેડવા ગયા હતા, ત્યારે અહીં રહેલા આરોપી સવદાસ પરબત ગોરાણીયા અને રાજુ સવદાસ ગોરાણીયા નામના બે શખ્સોએ તેમને "ગીતાને તારી સાથે આવું નથી"- તેમ કહી, કુહાડી તેમજ લાકડી વડે બેફામ માર મારી, લોહી-લોહાણ કરી મૂક્યા હતા. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે નાગાજણભાઈ મોઢવાડિયાની ફરિયાદ પરથી બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMક્રેસન્ટ સર્કલ નજીકથી દારુના જથ્થા સાથે બે મહિલા ઝડપાઈ
May 20, 2025 04:28 PMજે ગેંગનો મુખ્ય સૂત્રધાર ભાવનગરનો છે તેના ચાઇનીસ ગેંગ સાથે ખુલ્યા કનેકશન
May 20, 2025 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech