વધુ અગિયાર મિલ્કતોના વીજકનેકશન કાપવાની અપાઇ સુચના

  • May 20, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ફાયર સેફટી વગરની ઇમારતોનું ભૂત ફરી ધુણ્યુ છે અને વારંવાર મહાનગરપાલિકા દ્વારા સુચના આપી હોવા છતાં ફાયર સેફટીની સુવિધા કે તેનું સર્ટીફિકેટ નહી કઢાવનાર બિલ્ડરો અને રહેવાસીઓ સામે કડક કાર્યવાહીની સુચના અપાતા પી.જી. વી.સી.એલ.ની ટીમ વીજ કનેકશન  કાપવા માટે પહોંચી ગઇ હતી જેની સાથે ફાયરબ્રીગેડ પોલીસ સહિત ટીમ જોડાઇ હતી અને ગઇકાલે બાર ઇમારતો પૈકી બે મિલ્કતોના કનેકશન કટ કરી નાખવામાં આવ્યા હતા જ્યારે બાકીની દશ મિલ્કતો પૈકી એકમાં અગાઉથી જ સીલ મારી દેવાયુ હોવાથી અન્ય નવ મિલ્કત ધારકોને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. 
ગઇકાલે બે મિલ્કતમાં કનેકશન કપાયા
પોરબંદરમાં એક ડઝન જેટલી ઇમારતોના વીજકનેકશન કાપવાની કામગીરી હાથ ધરવા માટેની સૂચના અપાતા સોમવારે સવારથી સાંજ સુધી આ કામગીરી થઇ હતી જેમાં ફાયરબ્રિગેડના અધિકારી આનંદભાઇ કુંડલીયાએ મોડી સાંજે વિગત જાહેર કરી હતી કે દિવસભર આ કાર્યવાહી થઇ છે જેમાં એમ.જી.રોડ પર આવેલ કુબેર વીન્ટેજ નામનો કોમર્શીયલ કોમ્પ્લેકસ છે તેનું કનેકશન કાપવામાં આવ્યુ છે અને રાજધાની હોટલનું વીજ કનેકશન કાપવામાં આવ્યુ છે. બાકીની અન્ય દસ ઇમારતો પૈકી હીરાપન્ના કોમ્પ્લેકસ ખૂબજ જર્જરિત હોવાથી અગાઉથી કેટલાક મહિનાઓ પહેલા તેને ખાલી કરીને સીલ મારી દેવામાં આવ્યુ હતુ તેથી ત્યાં કોઇ કાર્યવાહી થઇ નથી અને બાકીની ઇમારતોમાં મોટાભાગના બિલ્ડરો અને માલિકોએ ફાયરસેફટીના  સાધનો વસાવી લીધા છે પરંતુ માત્ર ફાયર એન.ઓ.સી. કઢાવવાની કામગીરી બાકી છે તેથી તેઓને તેમના માટે  એકાદ મહિના જેટલો સમય માંગવામાં આવ્યો હોવાથી આપવામાં આવ્યો છે. 
લાંબા સમયથી અપાતી હતી મુદત
પોરબંદર શહેરમાં ફાયર સેફટી વગરની અનેક ઇમારતો આવેલી છે અને આ ઇમારતોના બિલ્ડરો સહિત માલિકોને અગાઉ નગરપાલિકાના તંત્ર દ્વારા અને ત્યારબાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સૂચના આપીને ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી લેવા જણાવાયુ હતુ. જુન-૨૦૨૪, જાન્યુ -૨૦૨૫ અને એપ્રિલ-૨૦૨૫માં  નગરપાલિકા અને મહાનગરપાલિકાના તંત્રએ આ મુદે પી.જી.વી.સી.એલ.ને જાણ કરી જણાવ્યુ હતુ કે અગાઉ વારંવાર સૂચના આપવામાં આવી હોવા છતાં હાઇરાઇઝ ઇમારતોના સંચાલકોએ ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી તેથી અગાઉ પી.જી.વી.સી.એલ. તંત્રએ મનપાની સૂચના મુજબ વીજ કનેકશન કાપવાની કાર્યવાહી કરવી હતી પરંતુ જ‚રી પોલીસ બંદોબસ્ત મળ્યો નહી હોવાથી હવે સોમવારથી આ કાર્યવાહી પુન: શ‚ થઇ છે.
આજે ૧૧ ઇમારતોમાં તપાસ અને કામગીરી
પોરબંદરમાં આજે મહાનગરપાલિકા દ્વારા તપાસ અને કાર્યવાહી થઇ રહી છે જેમાં કડીયાપ્લોટ ફાટક પાસે દ્વારિકા એપાર્ટમેન્ટ, ઓમ ફલેટસ,વાડીપ્લોટનું ઓર્કેડ હાઇટસ, આશા હોસ્પિટલ સામે મધુવન એપાર્ટમેન્ટ, કડીયાપ્લોટ ફાટક પાસે ગણેશ કોમ્પલેકસ, રેલ્વેસ્ટેશન રોડ પર શ્રીજી પેલેસ રામટેકરી રોડ પર સાંઇદર્શન એપાર્ટમેન્ટ,  રામ ગેસ્ટહાઉસ સામે ગેલેકસી એપાર્ટમેન્ટ, ભાવસિંહજી રોડ પર શીતલ કોમ્પલેકસ , સ્ટેશન રોડ પર આનંદ હોસ્પિટલપાસે પર્લસ્ટોન અને સત્યનારાયણ મંદિર સામે દેવદર્શન એપાર્ટમેન્ટ સામે કાર્યવાહી થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News