ભારત-પાકિસ્તાન યુઘ્ધના વાદળો ઘેરાઇ રહયા છે અને હાલની પરિસ્થીતીને અનુલક્ષીને તંત્ર દ્વારા ચેકીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજયમાં એલર્ટ જાહેર કરાયું છે, બેડી વિસ્તારમાં ચેકીંગ કરાયા બાદ સચાણામાં માછીમારી બોટો ચેક કરવામાં આવી હતી અને કાંઠાળ વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહયુ છે. ઉપરાંત દરીયાઇ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ કે કોઇ શંકાસ્પદ વસ્તુઓ જણાય તો આ અંગે પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
હાલની પરિસ્થીતીને અનુલક્ષીને જામનગર એસપીની સુચનાથી અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં બેડી વિસ્તાર સહિતના કાંઠાળ એરીયામાં ચેકીંગ કરાયુ હતું તેમજ સચાણા બંદરે માછીમારી બોટોને ચેકીંગ કરવામાં આવ્યુ હતું. બોટોનું ચેકીંગ કરીને માછીમારોને પણ ચેક કરી જરી સુચનાઓ આપવામાં આવી હતી,
જામનગર જીલ્લાના દરીયાઇ કાંઠા વિસ્તારના ગામોમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ, મરીન પોલીસ તેમજ અન્ય ટુકડીઓ દ્વારા કરવામાં આવી રહયુ છે. બેડી, સચાણા, જોડીયા, સિકકા ઉપરાંત વાડીનાર, સલાયા, ઓખા સહિતના દરીયાઇ પટ્ટી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સધન બનાવવામાં આવી છે.