જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં તાજેતરમાં ઇન્ટર હાઉસ જુનિયર અને સિનિયર ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચેમ્પિયનશિપમાં પાંચ સિનિયર અને બે જુનિયર હાઉસ ટીમોએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપ લીગ બેસિસ પર યોજાઈ હતી. આંગ્રે હાઉસ અને શાસ્ત્રી હાઉસે અનુક્રમે સિનિયર ગ્રુપ અને જુનિયર ગ્રુપમાં ટાઇટલ જીત્યું હતું.
સિનિયર ગ્રુપમાં, શિવાજી હાઉસના કેડેટ દિવ્યેશ યાદવ અને આંગ્રે હાઉસના કેડેટ સાહિલ સૈનીને ચેમ્પિયનશિપના અનુક્રમે 'શ્રેષ્ઠ ખેલાડી' અને 'શ્રેષ્ઠ ઉભરતા ખેલાડી' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 'શ્રેષ્ઠ ગોલકીપર' એવોર્ડ આંગ્રે હાઉસના કેડેટ રાજવર્ધન રાઠોડને આપવામાં આવ્યો હતો.
જુનિયર ગ્રુપમાં, નેહરુ હાઉસના કેડેટ સૌરવ કુમાર અને શાસ્ત્રી હાઉસના કેડેટ આરીબ મલિકને ચેમ્પિયનશિપના અનુક્રમે 'શ્રેષ્ઠ ખેલાડી' અને 'શ્રેષ્ઠ ઉભરતા ખેલાડી' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 'શ્રેષ્ઠ ગોલકીપર' એવોર્ડ શાસ્ત્રી હાઉસના કેડેટ આલોક કુમારને આપવામાં આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech