નયારા એનર્જીના સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ઇનશક્તિ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ એક્સેલ હેઠળ નયારા એનર્જીનાં સહયોગથી સીએસઆર પ્રોગ્રામ હેઠળ 21 જૂન 2024 ના રોજ યસ સેન્ટર, વાડીનાર ખાતે “સ્વ અને સમાજ માટે યોગ” થીમ સાથે મહિલા સશક્તિકરણ અંતર્ગત સંસ્થાની તાલીમાર્થી બહેનો અને અન્ય મહિલાઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆતમાં ઇન્શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવેલ હતું. ત્યારબાદ ગુજરાત રાજ્યયોગ બોર્ડમાંથી પ્રમાણિત યોગા પ્રશિક્ષકો પુષ્પાબેન આહીર અને નિર્મલાબેન પરમારે દ્વારા યોગ દિવસના મહત્વ વિશે વક્તવ્ય આપવામાં હતું, અને બહેનોને આસનો કરાવવામાં આવેલ હતા, સાથે-સાથે અલગ-અલગ થેરેપી, એક્યુપ્રેશર, પંચકર્મ, હાસ્યસન, પ્રાણાયામ વિષે માહિતી આપવામાં આવી હતી. આ સાથે બહેનોએ પણ યોગ પ્રદર્શન કર્યું હતું.
નયારા એનર્જીના પ્રતિનિધિ તરફથી વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં યોગને સામેલ કરવાના મહત્વ પર સંબોધન કર્યું હતું, અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા, આ કાર્યક્રમમાં 80 બહેનોએ તથા ટીમ ઇનશક્તિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકોએ ભાગ લીધો હતો. ઇનશક્તિ ફાઉન્ડેશને તમામ સહભાગીઓ અને મહેમાનોને અલ્પાહાર આપીને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMજામનગરના કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ
May 18, 2025 02:42 PMઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech