પોરબંદરના હનુમાનગઢ નામના નામચીન શખ્શને હદપારીના ભંગ બદલ પકડીને જૂનાગઢ જેલહવાલે કરી દેવામાં આવ્યો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા, હદપાર થયેલ ઇસમને ઝડપી પાડવા ખાસ સૂચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન. એનફ તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને નાસતા ફરતા તેમજ હદપાર થયેલ ઇસમોને પકડી પાડવા કડક સુચના કરેલ
જે અનુસંધાને પોરબંદરના સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકીકતના આધારે પોરબંદર જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરાયેલ ઇસમ સંજય બાબુભાઇ ગોરાણીયા ઉ.વ. ૨૩ રહે. હનુમાનગઢ ગામ, રાણાવાવવાળો આવવાનો હોવાની હકીકત મળેલ.
જે હકીકત તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ અને મજકુર વિધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં હદપારી ભંગ બદલ ગુન્હો રજીસ્ટર કરાવી અને સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ કુતિયાણા પાસેથી જેલ વોરંટ મેળવી જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે.
આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી, એ.એસ.આઇ. એચ.વી. કનારા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે. દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, કૃણાલ પ્રવિણસિંહ વગેરે દ્વારા કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech