શ્રી ગો.ડા.શાહ વિદ્યોતેજક સંસ્થાનો વિશિષ્ટ સહયોગ: જૈન સમાજના 109 વિદ્યાર્થીઓનો શિલ્ડ -પ્રમાણપત્રક તથા ટ્રાવેલિંગ બેગ આપી સન્માનિત કરાયા
જૈન એમ્પલોયઝસ ફેડરેશન સંસ્થા દ્વારા તાજેતરમાં હરિયા સ્કૂલના ઓડિટોરિયમમાં જૈનોના 109 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાનો સુંદર કાર્યક્રમ સંસ્થાના અજય શેઠના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ હતો.
આ પ્રસંગે જામનગર ના જાણીતા બિલ્ડર એન્ડ સીએ.વી.પી.મહેતા ,વિજયભાઈ શેઠ,કોર્પોરેટર કેતનભાઈ ગોસલીયા, ગો.ડા.શાહ વિદ્યોતેજક સંસ્થાના પ્રમુખ રાજુભાઈ મહેતા,સેક્રેટરી મહેન્દ્રભાઈ સંઘવી ,ટ્રષ્ટી ચંદ્રકાંતભાઇ પટેલ વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યાં હતા.
ધો.10 થી સ્નાતક અને અનુસ્નાતક સુધીના 109 વિદ્યાર્થીઓને વિવિધ દાતાઓના સહયોગથી શિલ્ડ પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું. તેમજ શ્રી ગો.ડા.શાહ વિદ્યોતેજક સંસ્થા તરફથી ટ્રાવેલિંગ બેગ તથા સોવિનિયર આપવામાં આવેલ હતું.
આ સમારોહમાં વિધાર્થી તથા તેમના વાલીઓએ ઉપસ્થિત રહી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે અરવીંદભાઈ શાહ, સાગરભાઈ, મનીષભાઈ મારુ,સ્મિતાબેન સંઘવી , વગેરે દાતાઓ સાથે સંસ્થાના પ્રમુખની ટીમના અજયભાઇ શાહ ,ધીરેનભાઈ , ધવલભાઈ, મૌલિકભાઈ, રાજુભાઈ શાહ, બિમલભાઈ ઓઝા વગેરે કાર્યકરોએ મહેનત કરી સુંદર આયોજન કર્યું હતું.
સમારંભનો પ્રારંભ દીપ-પ્રાગટય કરીને કરેલ અને અંતમાં સમાજની દીકરીઓ રિદ્ધિ મહેતા , વિશ્વા ગાડા (સી.એ.),રૂપલ મહેતા તથા નીતિ દોશીએ સંસ્થાની કામગીરીને બિરદાવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech