જામનગરના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

  • November 03, 2025 11:48 AM 

રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.



તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ઉપરાંત મંત્રીએ શારદાપીઠ દ્વારકા ખાતે શંકરાચાર્યજી મહારાજના આર્શીવાદ મેળવ્યા હતાં. દ્વારકા મંદિર ખાતે પ્રાંત અધિકારી અમોલ આવતે અને નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ દ્વારા મંત્રીને દ્વારકાધીશની છબી આપી આવકાર્યા હતા.આ વેળાએ અગ્રણી રમેશભાઈ હેરમા, ભરતભાઈ ગોજિયા, વિજયભાઈ બુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application