જામનગર  : શહેર જિલ્લામાં તહેવાર ટાંકણે જ વિજરાણીના રીસામણાં: ઉતરાયણ પ્રેમીઓમાં રોષ

  • January 15, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર તથા જિલ્લામાં ઉતરાયણના દિવસે અનેક વિસ્તારોમાં વિજરાણી લબુક ઝબુક થતી જોવા મળી હતી.ધાબા પર પતંગ ચગાવવાની સાથે ગીત સંગીતના ધુબાકામાં વિક્ષેપ પડ્યો હતો.


પતંગોત્સવને લીધે શહેર જિલ્લામાં અનેક પક્ષીઓ દોરાથી  ઘવાયેલા હતા લોકોની વિજ કંપનીને ફરિયાદો પણ અનેક આવી હતી જેને કારણે સુરક્ષાના હેતુસર અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરના અનેક વિસ્તારોમાં  લાઈટની દિવસભર આવનજાવન ચાલુ રહેવા પામી હતી.
​​​​​​​

ઉતરાયણના પર્વેને લીધે શહેરીજનો સવારથી જ પતંગોત્સવને માણવા ધાબે પહોંચી ગયા હતા શહેરના પટેલ કોલોની, રણજીતનગર, સાધના કોલોની, ગાંધીનગર, રણજીત સાગર રોડ,પંચવટી વિસ્તાર, ગુલાબનગર, લાલવાડી, ચાંદી બજાર,પટેલ વાડી, નવાગામ ઘેડ દિગ્વિજય પ્લોટ, લીમડા લાઈન કાલાવડ નાકા, તારમામદ સોસાયટી, વાલકેશ્વરી, કામદાર કોલોની,મેહુલનગર, ખોડીયાર કોલોની, કૃષ્ણનગર,સત્યમ કોલોની સહિતના વિસ્તારોમાં લાઈટ આખો દિવસ્નું આવન-જાવન રહેતા નગરજનોમાં ખાસ કરીને પતંગપ્રેમીઓમા રોષ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application