ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખરીદાયેલા બે EMMV પૈકી એક વાહન જામનગર-દેવભૂમિ દ્વારકામાં હવાની ગુણવત્તાની ચકાસણી કરશે
જામનગર તા.૨૬ ફેબ્રુઆરી,ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હવાની ગુણવત્તાની અસરકારક દેખરેખ માટે ૨ આધુનિક “એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલ” (EMMV) ની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી એક વાહન જામનગર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને ફાળવવામાં આવ્યું છે.
પ્રાયોગિક ધોરણે આ મોબાઇલ મોનીટરીંગ વાહન દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ વ્યાપક હવાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. વાહનમાં આધુનિક યંત્રસામગ્રી સુસજ્જ છે, જેના માધ્યમથી પર્યાવરણ સંબંધિત વિવિધ પરિમાણોની માપણી કરી શકાશે.
મોબાઇલ વાહન દ્વારા સંકલિત કરવામાં આવેલા આંકડાઓનો વિગતવાર અહેવાલ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને મોકલવામાં આવશે, જેથી રાજ્ય સ્તરે પર્યાવરણની સ્થિતિનું સતત નિરીક્ષણ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવી સરળ બનશે.
જામનગર અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા અંગે સમયસર અને સચોટ માહિતી પ્રાપ્ત થવાથી પર્યાવરણ સંરક્ષણ માટે વધુ અસરકારક આયોજન શક્ય બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMશું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
March 07, 2026 04:46 PMશું અમેરિકા અને ઇઝરાયલે ઓપરેશન સિંદૂરમાંથી શીખ્યા... ઇરાન પર ડોરમેન સ્ટ્રાઇક કરી રહ્યા છે
March 07, 2026 04:02 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
