જીલ્લાના રોડ, રસ્તા, આરોગ્ય કેન્દ્ર, ચેકડેમ અને સ્કુલના વર્ગો સહિતની બાબતો પર ચર્ચા વિચારણા કરાશે
જામનગર જીલ્લા પંચાયતનું ૨૦૨૪-૨૫ના અંદાજપત્ર માટેની એક બેઠક આગામી તા. ૧૫ના રોજ બપોરે ૧૨ વાગ્યે જીલ્લા પંચાયતના સભાગૃહ ખાતે યોજાશે, જેમાં જામનગર જીલ્લામાં રોડ, રસ્તા, આરોગ્ય કેન્દ્ર, ચેકડેમ, સ્કુલના વર્ગો તેમજ જીલ્લા પંચાયતના ભવન અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ બેઠકમાં તા. ૧૫ જાન્યુઆરીના રોજ મળેલી ત્રીજી સામાન્ય સભાની બેઠકની કાર્યવાહીને બહાલી આપવા તા. ૧૫થી ૧૪ ફેબ્રુઆરી સુધી મળેલી વિવિધ સમિતીઓની બેઠકોની કાર્યવાહીને પણ બહાલી આપવા ઉપરાંત બિનખેતી આકાર ઉપર જીલ્લા પંચાયતનો ઉપકર નાખવા તેમજ જી.પં. ૨૦૨૩-૨૪નું સુધારેલુ અંદાજપત્ર અને ૨૦૨૪-૨૫નું આ વર્ષનું અંદાજપત્ર રજુ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech