જામનગરના ઉદ્યોગપતિએ મહીલાને બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદથી ચકચાર

  • November 06, 2025 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ઉધોગપતિએ એક મહિલાને હાઇવે પર આવેલા એક વીલામાં લઇ જઇ બેભાન કરનાર  પ્રવાહી કોલ્ડ્રીંકસમાં પીવડાવ્યા બાદ દુષ્કર્મ આચર્યુ હતું અને અંગત પળોનું શુટીંગ કરી બ્લેકમેલ કરીને મહિલાનું શારીરીક શોષણ કરવામાં આવતુ હતું, દરમ્યાન મહિલાએ હિંમત કરીને સિકકા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ઉધોગપતી સામે ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ફરીયાદ બાદ આરોપી ઉધોગપતી ભુગર્ભમાં ઉતરી ગયો છે જેની શોધખોળ આદરવામાં આવી રહી છે. 


જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને બેડેશ્વર વિસ્તારમાં ઓઇલ મીલ ધરાવતા વિશાલ મહેન્દ્રભાઈ મોદી નામના અગ્રણી ઉદ્યોગપતિેની સામે એક મહિલાએ તાજેતરમાં અહીંના સિક્કા પોલીસ મથકમાં તેણી પર વારંવાર દુષ્કર્મ ગુજારી પોતાના અંગત પળોના મોબાઇલમાં વિડીયો ઉતારી લઈ તેના આધારે  બ્લેકમેલ કરતો હતો, અને પોતાની અંબર સિનેમા રોડ પર આવેલી ઓફિસમાં પણ બોલાવીને અનેક વખત દુષ્કર્મ ગુજારતો હતો, અને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળી જઇ આખરે મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો.


ફરિયાદમાં જાહેર થયા મુજબ, આરોપી વિશાલને લોનની જરૂરિયાત હતી અને તે સંદર્ભે ભોગ બનનાર મહિલા આરોપી ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ અને આરોપીએ મહિલા સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી. ફેબ્રુઆરી માસમાં આરોપીએ મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવી હતી.


આરોપી પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને મહિલાને સરમત પાટીયા પાસે આવેલા એક વિક એન્ડ હોમ નામના વિલામાં લઈ ગયો હતો. લોન બાબતેની વાતચીત દરમિયાન આરોપીએ મહિલાને કોલ્ડડિં્રક પીવા આપ્યું હતું. આ કોલ્ડડિં્રક પીધા બાદ મહિલા બેભાન થઇ ગઇ હતી જેથી તેણીની ઇચ્છા-મરજી વિરુઘ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું.


દુષ્કર્મ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં અંગત પળોના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયોના આધારે આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે મહિલાને પોતાની ઓફિસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ ઉપરાંત ફરિયાદમાં જામનગર પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા એક પૂર્વ પોલીસ કર્મચારી સહિતના નામોનો ઉલ્લેખ કરાયો છે અને તેઓ આરોપીના મિત્ર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પુર્વ પોલીસકર્મીએ ફરીયાદ ન કરવા મહિલાને દાંટી મારી હોવાનો આક્ષેપ કરાયો છે. સિક્કા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ઉદ્યોગપતિ સામે ગુનો નોંધ્યો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર શહેરમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે. ફરીયાદ બાદ આરોપી ભુગર્ભમાં ઉતરી ગયો છે, આ અંગેની આગળની તપાસ એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ સિકકાના પીઆઇ ચાવડા ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application