સુરજકરાડીના શખ્સે કામ પુરુ નહીં કરી રુપીયા લેવા દબાણ કર્યુ : ત્રણ સામે ફરીયાદ
જામનગરની પટેલ કોલોની વિસ્તારમાં રહેતા સરકારી કોન્ટ્રાકટરને કામના પુરા રુપીયા લેવા માટે ધમકી દીધાની ત્રણ શખ્સો વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે સુરજકરાડીના શખ્સે કોન્ટ્રાકટર પાસેથી પેટામાં કામ પુરુ નહીં કરીને પુરા રુપીયા લેવા માટે દાંટી મારી હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરના પટેલ કોલની, ૩-બી/૩૦૨ કોપર એનેક્ષ પ્લસ ખાતે રહેતા સરકારી કોન્ટ્રાકટર પિનાક કિરીટભાઇ મહેતા (ઉ.વ.૪૯)એ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં દ્વારકા જીલ્લાના સુરજકરાડીમાં રહેતા હરીશ કિશોર પરમાર તથા ભીમા તેમજ ભરત નામના ઇસમો સામે આઇપીસી કલમ ૫૦૭, ૫૦૪, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપી હરીશ પરમારે ફરીયાદી પિનાકભાઇ પાસેથી પેટા કોન્ટ્રાક રાખી કામ પુરુ નહીં કરીને કામના પુરા રુપીયા લેવા માટે હરીશે બે અજાણ્યા માણસો જેના મોબાઇલ નં. ૯૮૨૫૨ ૮૧૮૯૯ તથા ૯૭૧૨૬ ૯૫૦૫૦, ૬૩૫૨૮ ૦૫૬૫૦ વાળાઓએ પોતાના નામની ઓળખ ભીમા મોઢવાડીયા તથા ભરત ઓડેદરા તરીકે આપી ફરીયાદી તથા સાહેદને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી, આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
ગત તા. ૨૦-૧૦-૨૩ બપોરના દોઢેક વાગ્યાના સુમારે બનાવ બન્યાનું ફરીયાદમાં જાહેર કરાયું છે, ફરીયાદ અનુસંધાને સીટી-બી પોલીસે મોબાઇલ નંબરના આધારે કાર્યવાહી આગળ ધપાવી છે. હાલ આ બનાવે ચકચાર જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech