ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં ગંભીર ઇજા થવાથી સારવારમાં મૃત્યુ: પુત્રને ઇજા
જામનગરના ઉદ્યોગકાર પિતા પુત્ર રાજકોટ થી જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન ધ્રોળ નજીક ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત નડ્યો હતો, અને ૬૫ વર્ષના બુજુર્ગનું સારવારમાં મૃત્યુ નીપજયું છે, જ્યારે પુત્રને સામાન્ય ઇજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને લેથ મશીન ટુલ્સ સહિતના પાર્ટ્સ બનાવવાનું કારખાનું ધરાવતા માધવભાઈ ભુપેન્દ્રભાઈ બકરાણીયા તેમજ તેના પિતા ભુપેન્દ્રભાઈ તુલસીભાઈ બકરાણીયા (ઉ.વ. ૬૫) કે જે પોતાના કામ સબબ ગત ૨૬મી તારીખે જામનગર થી રાજકોટ ગયા હતા અને બપોરે બે વાગ્યાના અરસામાં રાજકોટ થી જામનગર પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન ધ્રોળ નજીક આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ તેઓની કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં ભુપેન્દ્રભાઈ બકરાણીયા ને ગંભીરા થઈ હોવાથી સૌ પ્રથમ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં જ્યારે વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જે અકસ્માત મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMમહુવામાં જર્જરિત મારુતિ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી
May 19, 2025 04:50 PMલોકભારતી સણોસરા ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગની પાંચ દિવસીય તાલીમ સંપન્ન
May 19, 2025 04:46 PMજેતપુરમાં દારૂના ધંધાર્થી યુવાનનું અજાણ્યા શખસોએ બોથડ પદાર્થના ઘા ફટકારી ઢીમ ઢાળી દીધું
May 19, 2025 04:42 PMવડવા પાદર દેવકીમાં હથીયારો સાથે શખ્સોએ મચાવ્યો આંતક
May 19, 2025 04:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech