જામનગરની પરણીતાને દહેજ ભુખ્યા સાસરીયાનો સીતમ

  • May 05, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના રણજીનગર નવો હુડકો ખાતે રહેતી કૌશરબાનુ મહેબુભાઇ સફીયા (ઉ.વ.૩૧) નામની પરણીતાને લગ્ન જીવન દરમ્યાન નાની નાની બાબતોમાં ઝઘડો કરી દુ:ખ ત્રાસ આપી મારકુટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ કરીયાવર બાબતે મેણાટોણા મારીને દહેજની માંગણી કર્યાની સાસરીયાઓ સામે ફરીયાદ કરવામાં આવી છે.


કૌશરબાનુ દ્વારા આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં જામનગરના મોરકંડા રોડ સનસીટી-૨ બીજા ઢાળીયે રહેતા પતિ મહેબુબ ઓસમાણ સફીયા, જામજોધપુરના ગઢકડા ગામ ખાતે રહેતા સાસુ ફાતમાબેન ઓસમાણ, સસરા ઓસમાણ ઉમર સફીયા વિરુઘ્ધ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application