એસીમાં ધડાકો થયો : ફાયરની ટીમ દોડી જઇ આગને ઠારી
જામ્યુકોના એસ્ટેટ વિભાગના દબાણ નિરીક્ષણના પવનચકકી નજીક આવેલા રહેણાંક મકાનમાં ગઇકાલે સાંજે અકસ્માતે આગ લાગી હતી, એસીમાં ધડાકો થતા સામાન સળગ્યો હતો, તાકીદે ફાયર બ્રિગેડની ટીમ દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી, આ વેળાએ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા.
જામનગરના પવનચકકી નજીક આર્મી ગેઇટ પાસે આવેલા જામ્યુકોના એસ્ટેટ વિભાગના દબાણ નિરીક્ષણ સુનિલભાઇ ભાનુશાળીના રહેણાંક મકાનમાં ગઇકાલે સાંજે એસીમાં શોટ સરકીટના કારણે ધડાકા બાદ આગ લાગી હતી અને ધુમાડા નીકળ્યા હતા, આગના બનાવથી બાજુના મમાં રહેલા ઘરના સભ્યો તુરંત બહાર નીકળી ગયા હતા, આજુબાજુના લોકો પણ એકત્ર થઇ ગયા હતા, બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા તાકીદે ફાયર ઓફસર સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કામગીરી આદરી હતી, આગના કારણે એસી, ટીવી, કબાટ સહિતના સરસામાનને નુકશાન પહોચ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech