ખુદ ડીએમસી અધિકારીઓની ટીમ લઇને જલારામનગર પહોંચ્યા: જો પશુ છુટા મુકશો તો ખેર નથી: કેટલ પોલીસીમાં લાયસન્સ અને ટેગીંગ ફરજીયાત
જામનગર શહેરમાં કેટલાક પશુપાલકો દ્વારા રસ્તામાં ઢોર છુટા મુકી દેવામાં આવે છે તેની સામે ખુદ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા ટીમ સાથે મેદાને પડયા છે, જલારામનગર સહિતના વિસ્તારોમાં એકાએક ચેકીંગ કરીને તમામ પશુપાલકોને પાંચ દિવસમાં પોતાના પશુઓની રાખવાની વ્યવસ્થા કરી લેવી નહીતર જામ્યુકો દ્વારા આકરા પગલા લેવામાં આવશે, એટલું જ નહીં લાયસન્સ અને ટેગીંગ ફરજીયાત છે, જર પડયે અન્ય વિસ્તારોને કેટલ પોલીસીથી વાકેફ કરવામાં આવશે.
ગઇકાલે જલારામનગર સહિતના વિસ્તારોમાં ડીએમસી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મોટી સંખ્યામાં માલધારીઓ એકત્ર થઇ ગયા હતાં, આ લોકોને સાથે રાખીને એક મીટીંગ કરવામાં આવી હતી અને માત્ર પાંચ જ દિવસમાં પશુઓની વ્યવસ્થા કરી લેવા આખરી ચેતવણી આપવામાં આવી છે. તંત્ર દ્વારા નવી કેટલ પોલીસી મુજબ પાંચ દિવસ બાદ કડક પગલા લેવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા નવી પોલીસીના જાહેરનામાની અમલવારી શ થઇ જશે અને તમામ વિસ્તારમાં આ પોલીસી લાગુ પડશે જેમાં શહેરમાં પશુ રાખનાર વ્યકિતએ લાયસન્સ લેવું ફરજીયાત છે, જે પશુ માટે યોગ્ય જગ્યા સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવશે અને જેમાં પાત્રતા હશે તેઓને લાયસન્સ અપાશે, ઉપરાંત પશુઓના કાન વિંધીને માલીકોની ઇ-વિગતો સ્કેન કરી શકાય તેવી આધુનિક ટેગ મારવી પણ ફરજીયાત છે.
સોલીડ વેસ્ટ શાખાના ક્ધટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, નાયબ ઇજનેર કેતન કટેશીયા, નિતીન દિક્ષીત, રાજભા જાડેજા, સુનિલ ભાનુશાળી, સીટી-બી પીએસઆઇ ઝાલા, પીએસઆઇ એમ.વી.મોઢવાડીયા સહિતના અધિકારીઓ જલારામનગર ગયા હતાં, ત્યાં પશુપાલકો સાથે મીટીંગ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં ઢોર પકડ ઝૂંબેશ પણ ચાલું છે અને શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી 30 જેટલા પશુઓને પકડી લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ ઝૂંબેશ સતત ચાલું રહેશે તેમ પણ જણાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech