જામનગર : ધ્રોલમાં સોનીની દુકાનમાંથી ૧૭.૫૮ લાખના દાગીનાની ચોરી

  • January 15, 2026 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલના નગરપાલીકા સામે આવેલ હડીયાણાના સોની વેપારીની દુકાનની દિવાલમાં ગઇકાલે બાકોરૂ પાડીને ત્રાટકેલા તસ્કરો તિજોરી અને શોકેસમાંથી ૩ કીલો ચાંદી અને સોનાના દાગીના મળી કુલ ૧૭.૫૮ લાખનો મુદામાલ ચોરી કરી જતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ધ્રોલ પોલીસ ટુકડી દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આજુબાજુના સીસી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવી રહયા છે. એવી પણ વિગત તપાસ દરમ્યાન જાણવા મળી છે કે દુકાનની પાછળનો ભાગ જયાં સ્કુલનું ગ્રાઉન્ડ હોય આથી રાત્રીના સમયે કોઇ તસ્કરો અહીથી ત્રાટકયા હતા અને બે અંદર ઘુસ્યા હતા અને એક શખ્સે રેકી કરી હોવાનું પણ સુત્રોમાથી જાણવા મળ્યુ છે આથી આ દિશામાં તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. 


જોડીયા તાલુકાના હડીયાણા ગામમાં રહેતા સોની પ્રકાશભાઇ હેમતલાલ ભીંડી (ઉ.વ.૪૬)એ ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે દાગીનાની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે જેના પગલે પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી.


પ્રકાશભાઇ સોનીની ધ્રોલ નગરપાલીકા સામે દુકાન આવેલી છે દરમ્યાન ગઇકાલે કોઇ અજાણ્યા તસ્કરો દુકાનની પાછળની દિવાલમાં બાકો‚ પાડીને અંદર ત્રાટકયા હતા, અને દુકાનમાં રહેલી તિજોરી તથા શોકેસમાંથી દાગીના ચોરી કરી ગયા હતા.
​​​​​​​

આશરે ૩ કીલો ચાંદી કિ. ૨.૫૮ લાખ, તથા આશરે ૧૫ તોલા સોનાના દાગીના જેની કિ. ૧૫ લાખ મળી કુલ ૧૭.૫૮ લાખના સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી ગયા હતા. આ ફરીયાદના આધારે ધ્રોલ પીઆઇ એચ.વી. રાઠોડ અને સ્ટાફ દ્વારા સ્થળ પર દોડી જઇ તપાસનો ધમધમાટ આદર્યો હતો, આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, માતબર દાગીનાની ચોરીના બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application