મોવડી મંડળે પણ નોંધ લીધી: પ્રમુખની ગાડીનો પણ દુરુપયોગ થતો હોવાની રાવ
જામનગર જિલ્લા પંચાયત અવારનવાર વિવાદના વમળમાં ફસાય છે, ફરી એક નવો વિવાદ બહાર આવ્યો છે, પ્રજાસતાક દિન નિમિતે જિલ્લા પંચાયતના પ્રમુખે રાષ્ટ્રઘ્વજ ફરકાવીને ઉદઘાટન કરવાનું હોય પરંતુ પંચાયતના આ કાર્યક્રમમાં પ્રમુખ મયીબેન ગળચરના પતિએ ઉદબોધન કર્યુ હોવાનું બહાર આવતાં ભારે ચકચાર જાગી છે. આ અંગેની વાત કોઇકે ભાજપના મોવડી મંડળને પણ કરી દીધી છે અને આગામી દિવસોમાં કોઇ કડક પગલા આવે એવી પણ શકયતા છે. એવી વિગતો બહાર આવી છે કે, પ્રમુખે ઘ્વજવંદન કરાવ્યું હતું અને ત્યારબાદ તેમણે જે સ્પીચ આપવાની હતી, આ સ્પીચ તેણીના પતિએ આપી હતી.
સામાન્ય રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ ઘ્વજવંદન કરાવીને ભાષણ કરતા હોય છે, પરંતુ પંચાયતના પ્રમુખ મયીબેન ગળચરના પતિએ ઉદબોધન કરતા જિલ્લા પંચાયતમાં અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે, એવા પણ આક્ષેપો થઇ રહ્યા છે કે, જિલ્લા પંચાયત દ્વારા અપાયેલી પ્રમુખની ઇનોવા કાર મોટાભાગે તેમના પતિ જ ઉપયોગ કરે છે, જાહેર રસ્તા ઉપર અવારનવાર સાયરન પણ વગાડે છે, કેટલીક સરકારી ફાઇલોમાં તેઓ સહી કરતા હોવાનો પણ ચોંકાવનારો આક્ષેપ કરી રહ્યા છે.
ખાસ કરીને ગામડામાંથી જે અરજદારો પોતાના પ્રશ્ર્નો લઇને આવ્યા હોય આ પ્રશ્ર્નો પતિદેવ સાંભળે છે, બજેટ મીટીંગમાં પણ પતિદેવની હાજરી સુચક છે, ડીડીઓ સાથે કોઇપણ કામ અંગે પ્રમુખના પતિદેવ જ મીટીંગ કરતા હોવાની છાપ ઉભી થઇ છે ત્યારે જિલ્લા પંચાયતમાં આ પ્રકારનું બનતા ભારે ચર્ચા જાગી છે. ડીડીઓ વિકલ્પ ભારદ્વાજે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રમુખના પતિએ ભાષણ કર્યુ છે તે વાતની મને ખબર નથી, આ અંગે હું તપાસ પણ કરાવીશ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMરાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કાર અને કચરાના ટ્રેકટર વરચે અકસ્માત...
May 04, 2025 03:40 PMરાજકોટમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો,SOG પોલીસની કાર્યવાહી
May 04, 2025 03:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech