જામનગરમાં કડવાચોથ વ્રતની પૂજા સહિત આસ્થાપૂર્વક ઉજવણી

  • October 11, 2025 12:23 PM 

જામનગરમાં કડવા ચોથ એ પરિણીત મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કરવા ચોથના દિવસે પરિણીત મહિલાઓ સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે, એક મહત્વપૂર્ણ વ્રત છે, હિન્દુ કેલેન્ડર મુજબ, કરવા ચોથ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પર મનાવવામાં આવે છે. કરવા ચોથને કારક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે.

​​​​​​​

સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે આ વ્રત રાખે છે. કરવા ચોથ પર ધાર્મિક પૂજા પછી, સ્ત્રીઓ રાત્રે ચંદ્ર જોયા પછી જ ભોજન લે છે. કરવા ચોથનું વ્રત આકરુ છે અને સૂર્યોદયથી રાત્રે ચંદ્રોદય સુધી કોઈપણ ખોરાક કે પાણી લીધા વિના રાખવામાં આવે છે, જામનગરમાં ગઇકાલે પરિણીત મહિલાઓ દ્વારા આસ્થાપૂર્વક કરવાચોથની ઉજવણી કરવામાં આવ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application