ડો.અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માએ નવનિયુકત પદાધિકારીઓને અભિનંદન પાઠવી સંપૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનને વધુ સશકત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં દેશમાં તેમજ રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શન હેઠળ ભાજપા સરકાર દ્વારા થઈ રહેલા જનહિત અને દેશહિતના કાર્યોને જન જન સુધી પંહોચાડવા હાકંલ કરી હતી. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠનની સુદ્રઢ અને સુનિયોજીત કાર્યશૈલી થકી બુથ સુઘીના કાર્યકર્તાને સાથે રાખી પક્ષની વિચારઘારા છેવાડાના માનવી સુઘી પહોંચાડવા આહ્વવાન કર્યુ હતું.
ડો. અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશના નવનિયકુત તેમજ પુર્વ હોદ્દેદારઓની સંયુકત બેઠક યોજાઇ હતી જેમાં નાયબ મુખ્યમંત્ર હર્ષભાઇ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ નવનિયુકત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
બેઠકમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા પુર્વ પ્રદેશ પદાધિકારીઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રદેશના પુર્વ પદાધિકારીઓએ નવનિયુક્ત પદાધિકારીઓને ઉલ્લાસપુર્ણ વાતાવરણમાં અભિનંદન પાઠવ્યા હતા અને સંયુકતપણે 24*7 પક્ષની કામગીરી કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઢોંગી બાબા કે તુક્કાબાજ! T20 વર્લ્ડ કપ કોણ જીતશે? મોહમ્મદ આમિરે ફરી કરી વાહિયાત ભવિષ્યવાણી
March 08, 2026 03:47 PMઇસ્ફહાન એરપોર્ટ પર ઇઝરાયેલની ભીષણ એરસ્ટ્રાઈક, ઈરાનનું F-14 ફાઇટર જેટ તબાહ
March 08, 2026 02:27 PMતેલ અને ગેસ પછી, હવે પાણી પર વાર... મોટા હુમલા થશે તો ગલ્ફ દેશોને તરસ છિપાવવાના ફાંફા પડશે
March 08, 2026 02:19 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
