કંગના રનૌતનું નસીબ ચમક્યું છે. તે હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હા, તેને હોલીવુડની એક હોરર ડ્રામા ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક મળી છે.તે હોલીવુડ હોરર ડ્રામા ફિલ્મ 'બ્લેસ્ડ બી ધ એવિલ' માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મમાં કંગના 'ટીન વુલ્ફ' ફેમ અભિનેત્રી ટાયલર પોસી અને હોલીવુડ આઇકોન સિલ્વેસ્ટર સ્ટેલોનની પુત્રી સ્કારલેટ રોઝ સ્ટેલોન સાથે જોવા મળશે.
એક રિપોર્ટ મુજબ, આ ફિલ્મનું શૂટિંગ આ ઉનાળામાં શરૂ થશે. નિર્માતાઓએ કહ્યું કે આખી ફિલ્મ અમેરિકામાં શૂટ કરવામાં આવશે. આનું કારણ એ છે કે તાજેતરમાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર બનેલી ફિલ્મો પર 100% ટેરિફ લાદવામાં આવશે. આ ફિલ્મમાં એક ખ્રિસ્તી યુગલની વાર્તા બતાવવામાં આવશે. બંને સાથે ખૂબ ખુશ છે અને માતા-પિતા બનવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ લેડીનો ગર્ભપાત થાય છે. ગર્ભપાત પછી બંને એક ખેતર ખરીદે છે. તે ખેતરનો ભૂતકાળ ખૂબ જ ભયાનક છે. ખેતર ખરીદતી વખતે આ દંપતીના પ્રેમ અને વિશ્વાસની કસોટી થાય છે.આગળ શું થાય છે તે જોવા માટે ફિલ્મ જોવી જ રહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech