કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા હિતેન્દ્રસિંહ જુવાનસિંહ જાડેજા નામના 48 વર્ષના યુવાનને છેલ્લા આશરે 15 વર્ષથી દારૂ પીવાની ટેવ હોય, તે દરમિયાન બુધવારે રાત્રિના સમયે તેઓ જુના બંધ મકાનમાં સુઈ ગયા બાદ તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવની જાણ હાલ જામનગરમાં રહેતા અને મૂળ ખાખરડાના વતની અજયસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ. 27) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
દ્વારકાના યુવાનને અપમાનિત કરી, હુમલો કરતા ચાર શખ્સો સામે ફરિયાદ
દ્વારકા તાબેના વસઈ ગામના વાડી વિસ્તારમાં રહેતા હમીરભાઈ બજલભાઈ ચાનપા નામના 25 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન અન્ય વ્યક્તિ સાથે વરવાળા ખાતે તેમના મિત્રના ગેરેજે બેઠા હતા. ત્યારે ઓટો રિક્ષામાં આવેલા શિવરાજપુર ખાતે રહેતા આરોપી કિશનભા કારાભા ચમડીયા, કરણભા કારાભા ચમડીયા તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ કોઈ બાબતે બોલાચાલી કરીને બિભત્સ ગાળો કાઢી, લાતો વડે માર મારીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની તેમજ જ્ઞાતિ પ્રતિ અપમાનિત કરી જો તે પોલીસ કેસ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે બે અજાણ્યા સહિત તમામ ચાર શખ્સો સામે એટ્રોસીટી એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયા પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં રહેતા મહેશભાઈ રાણાભાઈ રાઠોડ નામના 30 વર્ષના શખ્સ દ્વારા પોતાના પત્ની રેખાબેનને તેમના લગ્ન જીવન દરમિયાન શારીરિક તેમજ માનસિક દુઃખ-ત્રાસ આપી અને નાની-નાની વાતે ઝઘડો કરી, માર માર્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech