દ્વારકા : કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ...? મોરારિબાપુ

  • February 09, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકા સનસેટ પોઇન્ટ મેદાનમાં પ.પૂ.મોરારીબાપુની ૯૭૨ મી રામકથા ચાલી રહી છે, રવિવારે રામકથામાં કથાશ્રવણ કરવા બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. તીર્થધામ દ્વારકામાં શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે રામકથા પમાનસ કૃષ્ણ અવતારથ લાભ મળી રહ્યો છે. કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ...? શ્રી મોરારિબાપુ આ ભાવ સમજાવે છે.


દ્વારકાધીશના ધામમાં ગત ગુરુવારથી રામકથા માનસ કૃષ્ણ અવતાર ગાન કરતાં મોરારિબાપુ શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે સનાતન શાસ્ત્રનો મહિમા વર્ણવી રહ્યાં છે.

​​​​​​​પતંજલિ સૂત્રોના ઉલ્લેખ વર્ણન સાથે મોરારિબાપુએ સત્યનો મહિમા વર્ણવ્યો. સત્ય આપણી પ્રતિષ્ઠા કરે તે માટે પ્રેમ તત્ત્વ પર ભાર મૂક્યો. કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ...? મોરારિબાપુ આ બાબત ભાવ સમજાવતા હળવી રીતે કહે છે, કે ગોપીઓ ગઈ અને ગોપાઓ અર્થાત્ પુરુષો કેમ ન ગયાં? કારણ એ હતું કે ગોપીઓ સિવાય બધાં અન્ય ચર્ચા કાર્યોમાં એટલે તમોગુણમાં રત હતાં, જ્યાં આ સુર ન સંભળાયા, જેથી ગોપીઓ આ તત્ત્વ પામી શકી.


મોરારિબાપુએ હરિશ્ચંદ્ર અને તારામતી પ્રસંગનું કરુણા ભર્યું દર્શન કરાવી સત્યની સ્થિતિ ભારપૂર્વક સમજાવી. બ્રહદારણ્ય ઉપનિષદનાં ઉલ્લેખ સાથે મૌન અને અમૌન એ મુનિ એમ જણાવ્યું.


વાણીના પાંચ આભૂષણો, જે શાસ્ત્રોક્ત છે, તે સમજાવતા મોરારિબાપુએ સત્ય બોલવું, પ્રિય બોલવું, હિત થાય તેમ બોલવું, મિત બોલવું અને વિવાદ ન થાય તેમ બોલવું, એમ પાંચ સંદેશા આપ્યાં. આ સાથે પરમના આશ્રય માટે ધનાશ્રય, જડાશ્રય, ધર્માશ્રય, દેહાશ્રય સહિતના વિવિધ આશ્રય છૂટી જાય તે સાંપ્રત ઉદાહરણો સાથે સમજાવાયુ. બપોર બાદ સમી સાંજે બિરલા મંદિરે સત્સંગ યોજાઈ છે જેમાં રવિવારે કથામાં અને સત્સંગમાં જામનગર, જામખંભાળિયા સહિત સમગ્ર હાલારના ભાવીકો જોડાયા હતા.


તીર્થધામ દ્વારકામાં સંતો, મહંતો, ભજનિકો, કળા ઉપાસકો સહિત ભાવિકો ઉમટી રહ્યાં છે અને દ્વારકાધીશ દર્શન સાથે આ રામકથા રસપાન અને પ્રસાદ લાભ મોટી સંખ્યામાં લઈ રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application