ગુજરાત સ્થાપના દિને લોકડાયરો યોજાયો

  • May 03, 2025 10:55 AM 

મેયર, ભાજપ શહેર અઘ્યક્ષ, ડે.મેયર, નગરસેવકો રહ્યા ઉપસ્થિત

ગુજરાત રાજયના ૬૫ માં સ્થાપના દિન નિમિતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આથિૃક સહયોગથી તેમજ ઓમ શ્રી એજયુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા.૧-૫-૨૫ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સાંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાહિત્યકાર કરશનભાઇ મેર, લોકગાયિકા હર્ષા બારોટ, લોક ગાયક રામન જોગરાણાએ ઓડીયન્સને રસતરબોળ કરી દીધા હતા. આ લોકડાયરામાં મેયર વિનોદભાઇ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપ શહેર અઘ્યક્ષા બીનાબેન કોઠારી, નેતા આશિષભાઇ જોશી, નગર સેવક ધર્મરાજસિંહ જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી મોહસીનખાન પઠાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application