ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ અલીએ તેમની સુપરહિટ ફિલ્મો 'જબ વી મેટ' અને 'લવ આજ કલ'ની સિક્વલ બનાવવા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે.જાણીને નવાઈ લાગશે અને ફેન્સ ખુશ થશે કે 'લવ આજ કલ 3'ની સિકવલ પણ આવી શકે છે.
ફિલ્મ 'જબ વી મેટ' 17 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. આ હજુ પણ ચાહકોની મનપસંદ ફિલ્મોમાંની એક છે ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ અલીએ આ અંગે મોટો સંકેત આપ્યો છે. દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન સ્ટારર 'લવ આજ કલ 3' વિશે પણ ખુલાસો કર્યો.આ ફિલ્મોની સિક્વલના વિચાર અંગે ઇમ્તિયાઝ અલીએ કહ્યું કે તે આવનારા સમયમાં તેના પર કામ કરી શકે છે. મને ખબર નથી કે સિક્વલ બનાવવી જોઈએ કે નહીં. પરંતુ હું ક્યારેય ના કહેતો નથી, જોકે અત્યારે કોઈ યોજના નથી. ચાલો જોઈએ શું થાય છે. મારી પાસે ત્રણ સ્ક્રિપ્ટો છે જે બનાવવા માટે હું ખૂબ જ આતુર છું.
'જબ વી મેટ' 2007માં રિલીઝ થઈ હતી
ફિલ્મ 'જબ વી મેટ' વર્ષ 2007માં રિલીઝ થઈ હતી અને તે ઈમ્તિયાઝની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આમાં શાહિદ કપૂર અને કરીના કપૂર લીડ રોલમાં હતા. તે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ફિલ્મના ગીતો આજે પણ ફેમસ છે.
મને દીપિકા અને સૈફની કેમેસ્ટ્રી ગમી.
'લવ આજ કલ'ની વાત કરીએ તો દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાને પોતાના જબરદસ્ત અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું. 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મની સિક્વલ વર્ષ 2020માં બની હતી, જેમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકાનપુરમાં 6 માળની ઇમારતમાં ભીષણ આગથી 6 ભડથું
May 05, 2025 10:23 AMટ્રમ્પ વહીવટીતંત્ર સાથે અદાણીની ટીમે કરી મુલાકાત: લાંચ કેસને પડતો મૂકવા કવાયત
May 05, 2025 10:22 AMઅમેરિકાની સૌથી કુખ્યાત અલ્કાટ્રાઝ જેલ ફરી ખોલવા ટ્રમ્પનો આદેશ
May 05, 2025 10:20 AMગુજરાતના 10 જીલ્લામાં માવઠું થયા પછી આજે સૌરાષ્ટ્ર કચ્છમાં થશે એન્ટ્રી
May 05, 2025 10:15 AMટ્રમ્પના ફરી આક્રમક તેવર, વિદેશી ફિલ્મો પર ૧૦૦% ટેરિફ લાદ્યો
May 05, 2025 10:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech