ગૃહમંત્રી અમિત શાહની જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે નવી દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને કેટલીક મહત્વની ચર્ચાઓ કરી હતી, અત્રે નોંધનીય છે કે હાલમાં સંસદમાં સમરાગણ જેવી સ્થિતિ છે, સ્પીકરને લઇને વિપક્ષ આકરા પાણીએ છે અને સામે ભાજપે પણ વળતા પ્રહાર માટે તૈયારીઓ કરી છે.