જામનગર : ન્યુયોર્કમાં સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સાંસદ

  • October 10, 2025 11:56 AM 


૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ હાલ અમેરીકામાં યુનાઇટેડ નેશનની વૈશ્ર્વીક પરીષદમાં ભાગ લેવા અમેરીકા ગયા છે જ્યાં સંયુક્ત રાષ્ટ્રના મથક ન્યુયોર્કમાં, સાથી સાંસદો સાથે, ભારતના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ, પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમજ પૂ.ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા સહિતના વિચારો, આદર્શો અને જીવન દર્શન વૈશ્વિક શાંતિ અને સદભાવ માટે આજે પણ સાંપ્રત હોવાનું સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યુ હતુ.


સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઇન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપના ડિરેક્ટર રિચર્ડ ગોવન સાથે સંયુક્ત રાષ્ટ્રને ઉદ્દેશ્ય અનુસાર બનાવવું વિષય પર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યશીલ સંસદસભ્ય પૂનમબેન માડમ સહ પ્રતિનિધિમંડળની સાર્થક અને વૈશ્વિક સ્તરની ચર્ચા થઈ હતી.
​​​​​​​

આ પ્રસંગે સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યુ હતુ કે અમે બધા મળી વૈશ્વિક નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ ના લક્ષ્યોની સિદ્ધિ માટે આ સંયુક્ત રાષ્ટ્ર પરીષદમાં ભારતના વિશ્ર્વબંધુત્વ અને સર્વ જન હિતાય-સર્વજન સુખાય સહિતના સૌના સાથ- પ્રગતિ અને મુલ્ય નિષ્ઠ પરીશ્રમ સાથેના શ્રેષ્ઠ અને ટકાઉ વિકાસ સહિતની શ્રેષ્ઠ રજૂઆતને સાકાર કરવા પ્રયત્નશીલ રહીશું. ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશનમાં વર્તમાન પડકારો અને સમગ્રપણે વૈક્વિક સ્થિતિઓનો સમાવેશ સહિતના મુદાઓ ઉપર રસપ્રદ ગહન ચર્ચા થઈ હોવાનું પણ સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application