૨૪ માર્ચે ભંડારો: સેવકગણમાં શોકની લહેર
જામનગરમાં અંબર ટોકીઝ ચાર રસ્તા નજીક શ્રી પંચમુખી હનુમાનજીનું વિશાળ મંદિર અને પરિસર આવેલું છે. હનુમાનજીનું આ મંદિર રાજાશાહીના જમાનાનું છે. આ મંદિરમાં વર્ષોથી સંત તરીકે બિરાજતા શ્રી અખીલેશ્વરાનંદજી મહારાજ બ્રહ્મલીન થયા છે. આજે 12મી માર્ચે સદગત સંતની અંતિમયાત્રા યોજવામાં આવી હતી અને નાગનાથ ચાર રસ્તા નજીકના આદર્શ સ્મશાન ખાતે બ્રહ્મલીન સંતના નશ્વર દેહને તેમના શિષ્યના હસ્તે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. બુધવારે સવારે આ સંત બ્રહ્મલીન થયા બાદ, તેમની અંતિમયાત્રા યોજવામાં આવી ત્યારે, સાધુ-સંતો સહીત આ જગ્યાના સેવકો જોડાયા હતા.
આ અંગે જામખંભાળિયાના ફૂલેલીયા હનુમાનજી મંદિરના મહંત શ્રીભાસ્કરાનંદજી મહારાજે જણાવ્યું છે કે, સામાન્ય રીતે સાધુ-સંતોના અખાડા પૈકી એક માત્ર શંભુ પંચ અગ્નિ અખાડો એવો છે કે, જેમાં સંત તરીકે બ્રાહ્મણો બિરાજતા હોય છે અને આ અખાડાના સંતોને હિંદુ અગ્નિ સંસ્કાર મુજબ અગ્નિદાહ આપવામાં આવે છે. જયારે અન્ય તમામ અખાડાના સાધુ-સંતોના નશ્વર દેહ પર સમાધિનું નિર્માણ કરે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આજથી 13માં દિવસે 24મી માર્ચે બપોરના સમયે બ્રહ્મલીન સંતનો ભંડારો યોજવામાં આવશે. જેમાં બ્રહ્માનંદ ધામ ચાપરડાના મહંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ પણ આ ભંડારામાં ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ આ મંદિરના સેવકો અને સાધુ-સંતો મોટી સંખ્યામાં જોડાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના આકાશમાં રાત્રે અજીબ રોશની દેખાય હોવાની ગ્રામજનોની વાત
May 13, 2025 12:28 PMસોની રાઝદાનના કર્યા આલીયાએ ભોગવવા પડ્યા,નાગરિકતા પર ઉઠ્યા સવાલ
May 13, 2025 12:19 PMફિરોઝ ખાને જાહેરમાં પાકિસ્તાનને તેની ઔકાત બતાવી દીધી હતી
May 13, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech