351 રકત્તદાતાઓએ કર્યુ રકત્તદાન: બહેનોએ પણ મોટી સંખ્યામાં કર્યુ રકત્તદાન: એકત્ર થયેલ તમામ રકત્ત જી.જી.હોસ્પિટલને સુપ્રત કરાયું
જામનગર જીલ્લા રાજપૂત સમાજના પૂર્વ આગેવાન, સામાજીક અગ્રણી એવા વાણિયા ગામના પનોતા પૂત્ર સ્વ.બકુલસિંહ કિરીટસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે તેમનાં સુપુત્ર શ્રી ગીરીરાજસિંહ બકુલસિંહ જાડેજા (રામભાઇ) મહામંત્રી-જામનગર જીલ્લા યુવા ભાજપ દ્વારા મહારકત્તદાન કેમ્પ, જી.જી.હોસ્પિટલને સાત સ્ટ્રેચર અર્પણ, વાણિયા ગામનું ધુમાડાબંધ જમણવાર, ગામની ગાયોને નીરણ આપવા જેવા વિવિધ સામાજીક કાર્યો કરવામાં કરવામાં આવ્યા હતા.
સ્વ.બકુલસિંહની પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મહારકત્તદાન કેમ્પમાં 351 થી વધુ રકત્તદાતાઓએ રકત્તદાન કર્યુ હતું, એકત્ર થયેલ તમામ રકત્ત જામનગરની જી.જી. હોસ્પિટલમાં જમા કરવામાં આવ્યું હતું.
આ સેવાકિય પ્રવૃત્તિ વેળાએ જામનગર આણદાબાવા આશ્રમના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ, સ્વામીનારાયણ મંદિરનાં મહંત શ્રી ચર્તુભુજદાસજી મહારાજ, સરધાર સ્વામી નાયરાણ મંદિરના મહંતશ્રી, વાણિયા ગામ હનુમાનજી મંદિરના મહંત શ્રી પ્રવિણગીરીબાપુ, પીપરટોડાના મનિષ અદા સહિતના સંતો-મહંતોના આશિર્વચન પ્રાપ્ત થયા હતા.
આ કાર્યક્રમમાં ડો.વિનુભાઇ ભંડેરી (પ્રમુખ,જામનગર જીલ્લા ભાજપ), રમેશભાઇ મુંગરા (પૂર્વ પ્રમુખ-જામનગર જીલ્લા ભાજપ), દિલીપભાઇ ભોજાણી(મહામંત્રી-જામનગર જીલ્લા ભાજપ), અભિષેકભાઇ પટવા, દિલીપસિંહ ચુડાસમા (પૂર્વ મહામંત્રી-જામનગર જીલ્લા ભાજપ), કુમારસિંહ રાણા (મંત્રી-જામનગર જીલ્લા ભાજપ), મુકુન્દભાઇ સભાયા (ચેરમેન,જામનગર માર્કેટીંગ યાર્ડ),હિરેનભાઇ કોટેચા (વાઇસ ચેરમેન-જામનગર માર્કેટીંગ યાર્ડ), પદુભા જાડેજા (ડાયરેકટર-જામનગર માર્કેટીંગ યાર્ડ), વિપુલભાઇ પટેલ, જયપાલસિંહ ઝાલા, હેમરાજભાઇ મુંગરા(સામાજીક અગ્રણી), મહેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ, જામનગર તાલુકા ભાજપ), ભૂમિતભાઇ ડોબરીયા (પ્રમુખ, જામનગર જીલ્લા યુવા ભાજપ), આશિષભાઇ પરમાર(મંત્રી-જામનગર જીલ્લા યુવા ભાજપ), પ્રદિપસિંહ જાડેજા, દિવ્યેશભાઇ, નરેન્દ્રસિંહ જાડેજા, ડી.કે.જાડેજા, બાબાશેઠ, દિગુભા જાડેજા (પ્રમુખ,રાજપૂત સમાજ-ગોંડલ), સહિત અનેકવિધ મહાનુભાવો, જીલ્લાના અલગ-અલગ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ખાસ તમામ મહાનુભાવોએ શ્રી ગીરીરાજસિંહ જાડેજા (રામભાઇ)ની આ સેવાને બિરદાવી હતી. રકત્તદાન કૈમ્પમાં બહેનોએ પણ મોટી સંખ્યામાં રકત્તદાન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજાએ કર્યુ હતું તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રામભાઇના વિશાળ મિત્ર વર્તુળ તથા ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખૂની હુમલાના કેસમાં આજીવન કેદના હુકમ સામેની અપીલમાં ભરત કુગશિયાના જામીન મંજૂર
May 13, 2025 02:46 PMપતિને અન્ય મહિલા સાથે વાત નહીં કરવાનું સમજાવતા છરી બતાવી મારી નાખવાની ધમકી
May 13, 2025 02:39 PMભારત પાકિસ્તાન ઘર્ષણની પરિસ્થિતિના પગલે જામનગરના પગડિયા માછીમારોની હાલત કફોડી બની
May 13, 2025 01:54 PMધારી : ગેરકાયદેસર મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 13, 2025 01:15 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech