એકલોહીયા આહિર બાળકોનું દ્વિ-દિવસીય મહાસમ્મેલન પુર્ણ: જગત મંદિર ઉપર ધ્વજારોહણ કરાયું
ગત વર્ષના ડિસેમ્બર માસમાં યોજાયેલ દ્વારકામાં એક સાથે 35 હજારથી વધુ આહિરાણીઓના મહારાસનો અનોખા વિક્રમને એક વર્ષ પૂર્ણ થયો છે. જે નિમિત્તે ગઇકાલ તા. 21 તથા આજ તા. 22 ડિસેમ્બર, 2024ના રોજ દ્વારકાના આહિર સમાજના વિશાળ પટાંગણમાં એક સાથે 1108 આહિર બાળકો દ્વારા કંઠસ્થ કરાયેલ ભગવદ્ ગીતાના 12માં અધ્યાયના શ્લોકોનું સામૂહિક પઠન સહિતના કાર્યક્રમો આહિરાણીઓ દ્વારા હાથ ધરાયા.
ગત વર્ષે આજના દિને આહિરાણી મહારાસ સાથે 35 હજારથી વધુ ભગવદ્ ગીતાજીની પુસ્તિકા સ્મૃતિભેટ તરીકે વિતરિત કરી સનાતન ધર્મ સાથે સંસ્કારોના સિંચન માટે નિયમિત ગીતા પાઠ કરવા અપીલ કરાઈ હતી. જે સંદર્ભે આજ તા. 22 ડિસેમ્બરે મહારાસના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 1108 બાળકો દ્વારા ગીતાશ્લોકનું સમૂહ પઠન કરાયું હતું. આ સંદર્ભે ગુજરાત ઉપરાંત ગોકુળ મથુરા વૃંદાવનથી તેમજ દેશવિદેશથી આહિર/યાદવ કુળના બાળકો કાર્યક્રમમાં ભાગ લીધો છે.
જેમાં હાલાર ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિતના આહિર સમાજના અગ્રણીઓ, રાજકીય નેતાઓ તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા, સમૂહ સૂર્યનમસ્કાર, ગીતા પઠન, વિશ્વ શાંતિ હેતુ માનવસાંકળ, ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ સહિતના આયોજનો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. આ આયોજનમાં અનેક લોકો સહભાગી બનીને પોતાને ધન્યતા અનુભવ્યા હતાં.
તમામ આહિરાણી બહેનોનો તથા ભાઈઓનો પૂરતો સપોર્ટ રહ્યો અને ગત વર્ષ અને આ વર્ષના આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતા હવે દર વર્ષ કંઈક ને કંઈક ભવ્ય પ્રોગ્રામ કરવો એવું વિચારી રહ્યા છીએ તેમ મુખ્ય આયોજક લીરીબેને જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech