જામનગર : સાંસદ ખેલ મહોત્સવમાં હાલારના ૩ લાખથી વધુ રમતવીરોએ લીધો ભાગ

  • February 10, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ભવ્ય સમાપન સમારોહમાં ખેલાડીઓનો ઉત્સાહ અને હજારો દર્શકોના પ્રોત્સાહનથી પ્રદર્શન ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું. અભૂતપૂર્વ જનમેદની ઉમટી આ સમાપન ઉત્સવને જાજરમાન બનાવ્યો. 


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફીટ ઇન્ડીયા અને ખેલો ઇન્ડીયાના આહવાનને સતત ચાર મહિના સુધી સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ લાખથી વધુ રમતવીરોએ હોંશે હોંશે અને થનગનાટપુર્વક ઝીલી લીધા બાદ છેલ્લા ૪૫ દિવસથી તબક્કાવાર સતત ચાલી રહેલી ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ અને ભવ્ય સમાપન સમારોહ વખતે ખેલાડીઓના ઉત્સાહ અને હજારો દર્શકોના પ્રોત્સાહનથી પ્રદર્શન ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યુ હતુ. આ સાંસદ ખેલ મહોત્સવની નોંધપાત્ર બાબત એ રહી હતી કે યુવાનોની લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૫૧૨ ટીમોએ ખેલદિલીપૂર્વક ભાગ લીધેલ હતો.


આપણા સૌના નિરંતર પથદર્શક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના તમામ સંસદીય ક્ષેત્રોમાં પ્રથમ ચરણમાં તા.૨૩ /૦૯/૨૦૨૫ ના રોજ ઓશવાળ સેન્ટર, જામનગર ખાતેથી આ સાંસદખેલ મહોત્સવનો સાંસદ પૂનમબેન માડમ અને મહાનુભાવોઓના હસ્તે શુભારંભ કરાયેલ હતો. અને બીજા ચરણમાં તા. ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ જામનગર-દેવભૂમિ દ્વારકા અને મોરબી જીલ્લાના આમરણ ચોવીસી વિસ્તારના ગામો મળી કુલ-૫૦૦ થી વધુ જેટલા ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ વિક્ષિધ સ્થળોએ ઉત્સાહભેર શાળાના બાળકો, ગ્રામજનો ભાઈઓ-બહેનો, સીનીયર સીટીઝન સહીત સૌ એ આ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધેલ હતો અને ત્રીજા ચરણમાં નિર્ણાયક તબકકે તા. ૧૯/૧૨/૨૦૨૫ થી તા.૨૪/૧૨/૨૦૨૫ દરમ્યાન વિવિધ રમતોનું ઝોન/તાલુકા અને લોકસભા કક્ષાએ સફળતાપૂર્વક સ્પર્ધાઓ યોજાઇ હતી તેમજ જેમજેમ સ્પર્ધાઓ આગળ વધી તેમ તેમ સમગ્ર સંસદીય ક્ષેત્રમાં યુવા ભાઇ બહેનો છવાઇ ગયા હતા આ ખેલ મહોત્સવમાં મહીલા વિભાગની જુદી જુદી રમતોમાં ૨૬૭ ટીમો અને પુરૂષ વિભાગમાં ૧૦૭૬ ટીમો મળી કુલ-૧૩૪૩ ટીમોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયુ હતું તેમજ આમ ટીમ ઈવેન્ટસ સિવાયની વ્યક્તિગત સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં રજોસ્ટ્રેશન થયા હતા. 


ઉલ્લેખનીય છે કે ઓનલાઈન રજેસ્ટ્રેશનમાં અન્ય લોકસભાક્ષેત્રની સામે જામનગર લોકસભા અગ્રેસર રહયુ હતુ જે અંતર્ગત ૨,૩૫,૦૦૦ હજાર થી વધુનુ રજીસ્ટ્રેશન થયું હતું, ઉપરાંત જુદી જુદી શાળા,વોર્ડ અને ગ્રામ્ય કક્ષાએ ૬૫૦૦૦ થી વધુ વિધાર્થી, બાળકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો મળી ૩ લાખથી વધુ લોકોએ આ ખેલ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઇ સમગ્ર મહોત્સવને મહામહોત્સવ બનાવ્યો હતો. 


જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ માં ક્ધવેનશ્ર્નલ (મધર સ્પોર્ટસ) માં એથ્લેટીકસ, કુસ્તી,વોલીબોલ, બાસ્કેટબોલ વગેરે રમતો અને ટ્રેડીશનલ સ્પોર્ટસમાં ખો-ખો,કબડ્ડી, નારગોલ, રસ્સાખેંચ, સંગીત ખુરશી વગેરેનો સમાવેશ કરાયો હતો જે રમતો નો ગત તા. ૨૫ ડીસેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલી ઉપસ્થિતિમાં યોજાયેલ હતો.


ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પપ૦ જેટલી ટીમો રજીસ્ટ્રર થયેલ હોવાથી સતત ૪૫ દિવસથી ચાલી રહેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક ફાઈનલ મેચ અને ઈનામ વિતરણ સાથે ભવ્ય રંગારંગ સમાપન સમારોહ યોજાયેલ હતો.


સાંસદ પૂનમબેન માડમએ ફાઈનલ મેચની ટોસ વિધી મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરી મેચનો શુભારંભ કરાયેલ હતો. આ ફાઈનલ મેચ રામ ઈલેવન ગડુ અને કે.સી.સી. ઈલેવન-જામખંભાળીયાની બે મજબુત ટીમો વચ્ચે રહ્યો હતો, જે દિલધડક મુકાબલામાં રામ ઈલેવન ગડુ વિજેતા બની ચેમ્પીયન રહી હતી અને કે.સી.સી. ઈલેવન-જામખંભાળીયા પરાજીત થતા રનર્સઅપ રહી હતી જે બન્ને ટીમોને આકર્ષક ટ્રોફી અને રોકડ પુરસ્કાર અર્પણ કરી તમામ ખેલાડીઓને પ્રોત્સાફોત કરાયા હતા.


આ ફાઈનલ મેચ અને ઈનામ વિતરણ સાથેના સમાપન સમારોહ નિહાળવા હજારોની સંખ્યામાં દર્શકોની પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિતીથી ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાયેલ રહ્યુ હતુ. આ મહોત્સવ સમાપન પ્રસંગે સુપ્રસિધ્ધ લોકગાયીકા ગીતાબેન રબારી ખાસ ઉપસ્થિતી રહી સંગીતના શુર અને ગીતો વડે દર્શકોનું મનોરંજન કરતા દર્શકો ગ્રાઉન્ડમાં જુમી ઉઠયા હતા. સાથે ગુજરાતી ફિલ્મ લાલોના કરણ જોષી (લાલો) અને રીવા રાચ્છ (તુલશી) ની પણ ઉપસ્થિતી રહી હતી.


આ સમાપન સમારોહમાં પૂર્વ મંત્રી-ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, મહાનગર જામનગર મેયર વીનોદભાઈ ખીમસુરિયા, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ભંડેરી અને જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પ્રદેશ ભાજપ મંત્રી આશાબેન નકુમ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીલેશભાઈ કગથરા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હસુભાઈ પેઢડીયા, મહાનગરના કોર્પોરેટરો અને વિવિધ નગરપાલિકાઓના, તાલુકા અને જીલ્લા પંચાયતોના ચુંટાયેલા પદાધિકારીઓ અને સંગઠ્ઠનના તેમજ મંડળોના હોદ્દેદારો સહીત વિવિધ સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓના હોદ્દેદારો સહીત હજારોની સંખ્યામાં જનમેદનીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આમ સમગ્ર સમાપન એતિહાસિક અને યાદગાર બનેલ છે. સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ ટુર્નામેન્ટની સંચાલન સમિતિની જહેમતને બિરદાવી દરેકને અભિનંદન પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application