ધ્રોલના લતીપર રોડ વાડી વિસ્તાર ખાતે રહેતી યુવતિને પતિ, સાસુ, સસરા અને જેઠ-જેઠાણી દ્વારા નાની નાની વાતોમા ઝઘડા કરી, મેણા ટોણા મારી દુ:ખ ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવવામાં આવી છે.
ધ્રોલના લતીપર રોડ વાડી વિસ્તારમાં રહેતા રિઘ્ધીબેન જીતેન્દ્રભાઇ બુમતારીયા (ઉ.વ.૨૫)ને સાસરીયા દ્વારા ઘરકામ બાબતે નાની નાની વાતોમાં અવાર નવાર ઝઘડાઓ કરી મેણાટોણા મારી માનસીક દુ:ખ ત્રાસ આપી જેમ તેમ બોલીને ઘર ખર્ચના પૈસા નહીં આપી એકબીજાને મદદગારી કરી હતી.
આથી રિઘ્ધીબેન દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે મુળ જોડીયાના હડીયાણા ગામના વતની અને હાલ ભાવનગર નિરમા કોલોની ૬માળ બિલ્ડીંગ, કવાર્ટર નં. ૬/૬૦૧૦ ખાતે રહેતા મયુર અમરશીભાઇ સોનગરા, હડીયાણામાં રહેતા અમરશી નાનજી સોનગરા, પુષ્પાબેન અમરશીભાઇ, દ્વારકાના મીઠાપુરમાં રહેતા કેતન અમરશી સોનગરા અને ચેતનાબેન કેતનભાઇની વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૯૮(ક), ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી છે. જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech