જામનગર મા ગોકુલ નગર સાંઢીયા પુલ નીચે થી દારૂ ભરેલ મોટરકાર ને પોલીસે ઝડપી પાડી હતી અને બે આરોપી ઓ ને ૨૪૧ નંગ.દારૂ ની બોટલ નાં જથ્થા સાથે પકડી લેવાયા હતાં.જ્યારે અન્ય ચાર ની સંડોવણી ખૂલવા પામી હતી.
જામનગર પોલીસ નાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગ મા હતો .ત્યારે દારૂ ની હેરાફેરી અંગે ની બાતમી મળી હતી.આથી પોલીસે વોચ ગોઠવી હતી.અને ગોકુલ નગર , સાંઢીયા પૂલ નીચે થી જી જે -૧૦ -સી એન. - ૦૪૬૩ નુંબર ની ફોર્ડ ફિગો મોટર કાર ને પોલીસે આંતરી હતી અને તલાશી લેતા તેમાં થી રૂ. ૧,૨૦,૫૦૦ ની કિંમત નો ૨૪૧ નંગ દારૂ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂ સાથે મોટર કાર કબજે કરી અશ્વિન દેવાનંદભાઈ વસરા (રે. દેવરીયા તાં.ખંભાળિયા) અને ભરત દેવાયતભાઈ કરમુર (રે. દરેડ તાં.જામનગર) ને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ ની પૂછપરછ માં દારૂ નો આ જથ્થો બનાસકાંઠા ના જયંતિ ભૂરાભાઈ ઠાકોરે સપ્લાય કર્યો હતો. જ્યારે જામનગરના યાદવ નગરમાં રહેતા સવદાસ ચાવડા એ દારૂ નો આ જથ્થો મંગાવ્યો હતો.
આ ઉપરાંત મોટરકાર નું પાઇલોટિંગ કરી રહેલા જીગ્નેશ માલદેભાઈ આંબલીયા (ગોકુલ નગર ) અને વિપુલ કાનાભાઈ ગોજીયા (દરેડ - જામનગર) નાં પણ નામ ખુલવા પામ્યા હતાં.જે બંને પણ નાસી ગયા હતા.
પોલીસે અશ્વિન વસરા અને ભરત કરમુર ની ધરપકડ કરી છે .જ્યારે અન્ય ચાર ની શોધ ખોળ હાથ ધરી છે.અને અને તમામ છ સામે દારૂબંધી નિયમ ભંગ બદલ ગુનો નોંધયો છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એમ સિસોદિયા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech