જામનગરના ધરારનગર-૧ વિસ્તારમોં કોલેરાનો રોગચાળો નિયંત્રણમાં આવ્યો છે. ત્યારે શહેરની ભાગોળે આવેલા નાધેડી ગામે ૯ માસની બાળકીનો કોલેરા રિપોર્ટ પોઝિટીવ આવતાં જિલ્લા કલેક્ટરે ગામને કોલેરાગ્રસ્ત અને આસપાસના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો છે. આ જ ગામની અન્ય ૮ માસની બાળકીને કોલેરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જો કે, આ બાળકીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
કોલેરા પોઝીટીવ બાળકીની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ હજુ તે સારવાર હેઠળ છે. ગામને પાણી પુરૂ પાડતા ટાંકાની સફાઇ કરવામાં આવી છે. બે પોઝીટીવ સહીત ૧૧ દર્દી હજુ હોસ્પિટલમાં સારવારમાં છે.
નાઘેડી ગામને કોલેરામસ્ત જાહેર કરાયા પછી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પંકજકુમારસિંહની દેખરેખ હેઠળ એપેડેમિક ઓફીસર જે.આર. પટેલ અને ૧૩ ટીમે ગામની ૭૭૫૮ ની વસ્તીને આવરી લઇ ૭૭૮ ઘરોનો સર્વે કર્યો હતો. બેક્ટેરિયોલોજી ટેસ્ટ માટે ૩ સ્થળેથી પાણીના સેમ્પલો પણ લેવાવા હતા. ગામે પીવાનું પાણી આપતા બે ટાંકા ની પાણી પુરવઠા વિભાગ દ્વારા સફાઈ કરવામાં આવી હતી.
આરોગ્ય ટીમોએ ગામમાં ૭૭ જેટલી જુથ ચર્ચા યોજીને લોકોને કોલેરા સામે સાવધ કરવા સાથે ૮૦૦૦ લોરિટ ટીકડીનું વિતરણ કર્યું હતું. પીવાનું પાણી ઉકાળીને પછી ઠંડું થાય ત્યારે જ પીવાની સમજણ આપી હતી. હોસ્પિટલમાંથી શહેરના ૯૮ દર્દીઓને રજા, બે પોઝિટીવ-૩ શંકાસ્પદ સહિત ૧૧ સારવારમાં છે. શુક્રવારે કોલેરાનો એક પોઝિટીવ કેસ આવતાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા ૨૧ થઈ હતી. અઠવાડીયામાં હોસ્પિટલમાં કોલેરાના લક્ષણોવાળા કુલ ૮૯ શહેરી દરદીઓએ સારવાર મેળવી છે. જેમાંથી ૭૮ને રજા આપી દેવામાં આવી છે.આરોગ્ય વિભાગે ગામમાં ઓપીડી પણ ચાલુ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application