જાહેરમાં લોકોને દેખાય તે રીતે હથિયાર રાખીને સીન નાખનારા સાવધાન
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરીને લાયસન્સવાળુ હથિયાર જાહેરમાં લોકોને દેખાય તે રીતે કમરે લટકાવીને નીકળી શસ્ત્ર નિયમનો ભંગ કરનાર એક શખ્સને પોલીસે અટકમાં લઇને લાયસન્સવાળી રિવોલ્વર તપાસ અર્થે કબ્જે કરી હતી.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તએસપી પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના અંતર્ગત શસ્ત્ર પ્રોજેકટ અંતર્ગત પીઆઇ પી.પી.ઝા સ્ટાફના માણસો સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પટેલ કોલોની બજરંગ ઢોસાવાળી ગલીમાં આરોપી શકિતસિંહ જાડેજા રહે. રામેશ્ર્વર ભોળેશ્ર્વર સોસાયટી, ટીબી પાંચ બંગલા પાસે જામનગરવાળા પોતાની કમરમાં હથીયાર બાંધી સ્પષ્ટ દેખાય તે રીતે જાહેરમાં નીકળતા આરોપીને આ હથિયાર પરવાના બાબતે પુછતા તેઓએ હથીયારનું લાયસન્સ બતાવેલ જેમા અધીક જીલ્લા કલેકટરની કચેરી જામનગર ખાતેથી રજીસ્ટર થયેલનું જણાઇ આવેલ બાદ આરોપીને હથીયાર લાયસન્સ કયા કારણોસર મેળવેલ છે.
તે બાબતે પુછતા પોતાના આત્મરક્ષણ માટે મેળવેલ હોવાનું જણાવેલ આરોપીને હાલ કોનાથી ભય, બીક કે ખતરો છે તે બાબતે પુછતા તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી ઇસમને પોતાનું લાયસન્સ વાળુ હથીયાર રીવોલ્વર પોતાની ધમક જમાવવા માટે સીનસપાટા કરી આર્મ એકટ કલમ ૩૨(૨)નો ભંગ કરી ઇસમે આર્મ એકટ ૩૦ મુજબનો ગુનો કરેલ હોય જેથી આરોપીના કબ્જામા રહેલ રીવોલ્વર કિ. ૧ લાખ ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે અને આરોપીને નોટીસ આપી છે.