RTOમાં ટુ વ્હીલરની જીજે 03-ક્યુસી અને કારમાં જીજે-03-કયૂડી સિરીઝનું ઈ-ઓક્શન થશે, જાણો તારીખ

  • May 15, 2026 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ આરટીઓ કચેરી, દ્વારા મોટર સાયકલ અને મોટરકાર પ્રકારના વાહનોને લગતી સીરિઝનું રી ઓકશન શરૂ કરવામાં આવનાર છે. ટુ વ્હીકલ માટેની જીજે- 03-ક્યુસી સિરીઝ અને ફોર વ્હીલ માટેની જીજે-03-ક્યુડી સિરીઝનું ઈ-ઓક્શન આગામી તા. ૨૧ અને 22 મેથી શરૂ કરાશે. ટુ વ્હીકલમાં અગાઉની સીરિઝના બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને રી-ઓક્શનમાં ભાગ લઈ શકશે.


ગોલ્ડન, સિલ્વર નંબર મેળવવા માટે તા. ૨૧ મેના રોજ ૪ કલાકથી તા. ૨૪ મેના ૪ કલાક દરમિયાન ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા. ૨૪ મેના ૪.૦૧ કલાકથી તા. ૨૬ મેના ૪ કલાક સુધી ઓનલાઇન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૨૬ મેના રોજ ૪.૧૫ કલાકે પરિણામ ઓનલાઇન જાહેર થશે.


જયારે મોટરકાર પ્રકારના વાહનોની નવી સીરિઝના પસંદગીના નંબર મેળવવા માટે તા. ૨૨ મેના રોજ સાંજે ૪ કલાકથી તા.૧ જૂનના રોજ સાંજે ૪ કલાક દરમિયાન ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા. ૧ જૂનના રોજ સાંજે ૪.૦૧ કલાકથી તા. ૩ જૂનના રોજ સાંજે ૪ કલાક સુધી ઓનલાઇન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૩ જૂનના રોજ સાંજે ૦૪.૧૫ કલાકે પરિણામ ઓનલાઇન જાહેર થશે.


વાહન નોંધણીની ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે

અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ વેબસાઇટમાં દર્શાવેલા 'ઓનલાઇન સર્વિસ' પર ક્લિક કરીને 'Fancy Number Booking' પર ક્લિક કરવાનું રહેશે.જેમાં 'પબ્લિક યુઝર' પસંદ કરીને આઈ.ડી. બનાવવાનું રહેશે. ત્યારબાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. પસંદગીનો નંબર સિલેક્ટ કરીને દર્શાવેલી ફી પૈકી ઓછામાં ઓછી ફી ભરવાની રહેશે. ત્યારપછી હરાજીમાં ભાગ લઈને નંબર મેળવ્યા બાદ પાંચ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવાની રહેશે. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીએથી એપ્રૂવલ લઈને નંબર મેળવવાનો રહેશે.


અરજદારે વાહન ખરીદીના સાત દિવસમાં સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન ખરીદી તારીખથી સાત દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application