મીઠાપુર તાબેના ભીમરાણા ગામે સ્થાનિક પોલીસે ગત સાંજે જુગાર દરોડો પાડી, પાણીના અવેળા પાસે આવેલા વડલાના ઝાડ નીચે બેસીને રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા રાણાભા મેપાભા ભગાડ, રણજીતભા વાલા ભાયા, લખુ કચરાભાઈ લધા, નવઘણભા વીરાભા માણેક, રૂડીબેન પોલાભા માણેક, હીરીબેન રામભા માણેક, વેજીબેન કચરાભાઈ લધા, સુનીબેન કરમણભા માણેક અને દેવલબેન રણજીતભા ભાયા નામના પાંચ વ્યક્તિઓને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૧,૭૫૦ નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસર ગુનો નોંધ્યો છે.
***
જામજોધપુરમાં પાના ટીંચતી બે મહિલા સહિત ત્રણની અટક
જામજોધપુર તાલુકા પંચાયત પાછળ શેરીમાં તિનપતીનો જુગાર રમતા બે મહિલા સહિત ૩ની અટકાયત કરવામાં આવી હતી.
જામજોધપુરના તાલુકા પંચાયત પાછળ તિનપતીનો જુગાર રમાય છે એવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા બરફના કારખાના પાસે રહેતા જયેશ ભકા નાકરાણી, ગંજીવાડા પાસે રહેતી મનિષાબેન જયેશ ગોંડલીયા, ત્રિશુલ ચોકમાં રહેતા ભાવનાબેન વીરા વરાણીયા ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી. દરોડા દરમ્યાન પોલીસે ૧૧૯૦ની રોકડ અને ગંજીપતા કબ્જે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech