કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવાના રહેશે, લાઊડ સ્પીકર અને સેન્ટર પાસે લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ
આગામી તા.૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન યોજાનાર ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં અડચણ ન રહે અને દેવભુમિ દ્વારકા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની જોગવાઈઓ અનુસાર જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ જિલ્લામાં નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપી (ઝેરોક્ષ) સેન્ટરો બંધ રાખવાના રહેશે અને કેન્દ્રો આસપાસના વિસ્તારમાં પરીક્ષા સમય દરમ્યાન લાઊડસ્પીકર બંધ રાખવાના રહેશે. ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આસપાસ પરીક્ષાર્થીઓ અને અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય વ્યક્તીઓએ ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ આદેશોનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમાધવપુરમાં વોટ્સએપનું ગૃપ બનાવી જુગાર રમતા પાંચ ઝડપાયા
May 14, 2025 02:35 PMપોરબંદરમાં ગીર અને બરડાની કેરીના સાત હજાર બોક્સથી વધુની થઈ રહી છે આવક
May 14, 2025 02:34 PMપોરબંદરમાં પાણી વિતરણમાં કોઇ પ્રકારની ખામી રહેવા દેવાશે નહીં
May 14, 2025 02:33 PMનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMદ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
May 14, 2025 01:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech