દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. આંતકવાદી અને રાષ્ટ્ર વિરોધી કે ગેરકાયદેસર પ્રવૃતિ રોકવા અને ગુનેગારોની ઓળખ સહેલાઇથી થઇ શકે તે માટે જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા સી.સી.ટી.વી. કેમેરા લગવવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, બેંક, એ.ટી.એમ.સેન્ટર, ખાનગી ફાઇનાન્સરો, શ્રોફ, આંગડીયા પેઢીઓ, સોના ચાંદીના શો-રૂમ, હોટલ, ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ તથા શોપીંગ મોલ, થિયેટર વગેરે તમામ મહત્વના સ્થળોએ નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન વાળા તેમજ ૧૫ દિવસની રેકોર્ડીંગની ક્ષમતા ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા સેટઅપ રાખવાના રહેશે.
નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો વ્યવસાય શરૂ કરવાનો રહેશે. લોકો વાહનોના પ્રવેશની જગ્યા ઉપરાંત અંદરની પણ તમામ જગ્યા આવરી લે એવા યોગ્ય રેન્જના સારી ગુણવત્તા વાળા સી.સી.ટી.વી.કેમેરા ગોઠવવાના રહેશે તેમજ ૨૪ કલાક કેમેરા ચાલુ રાખવાના રહેશે. રેકોર્ડીંગ ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસનો સાચવવાનો રહેશે અને પોલીસ અધિકારી તપાસ હેતુ માટે માંગણી કર્યે આપવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech