દ્વારકા : સુદર્શન બ્રિજ પર ભયજનક રીતે વાહન ચલાવતાં ઇસમ વિરૂઘ્ધ કાર્યવાહી કરતી ઓખા મરીન પોલીસ

  • January 05, 2026 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓખા બેટને જોડતા સુદર્શન બ્રિજ પર અસંખ્ય સહેલાણીઓ આવતા હોય છે અને વિડીયો રીલ બનાવતા હોય છે, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા ભયજનક રીતે વાહન ચલાવતાં ઇસમો વિરૂઘ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા કિશન કુવરસિંહ જાદવ (ઉ.વ.૨૩) ગામ રાનેરા જિ.બનાસકાંઠાના વાહન ચાલકે પોતાની કાર ભયજનક રીતે ચલાવતાં પોલીસ સ્ટાફ સુદર્શન સેતુ પર પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમ્યાન આ વાહન ચાલક ભયજનક રીતે ચલાવતાં પોલીસ સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.


 આ કાર્યવાહી ઓખા મરીન પોલીસ પીએસઆઇ આર.આર.જરૂ, પીએસઆઇ રમેશભા બઠીયા તથા હેડ કોન્સ. હીમતભાઇ જેજરીયા દ્વારા કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application