ફોટા, વિડિયો વાયરલ કરીને બદનામ કરતા પરપ્રાંતિય યુવાન સામે ફરિયાદ
ઓખા મંડળમાં રહેતી એક પરિણીતાને અગાઉ રિલેશનમાં રહેલા એક શખ્સ દ્વારા જે-તે સમયે તેમના મોડેલિંગ ફોટા મેળવી, અને છેલ્લા કેટલાક સમયથી પરેશાન તેમજ બદનામ કરવામાં આવતા કંટાળીને આ પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં મૃતક યુવતીના પતિએ પરપ્રાંતિય એવા દિલ્હીના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખા મંડળમાં રહેતા એક યુવાનના પત્ની લગ્ન પહેલા એકાદ વર્ષ સુધી ગાઝિયાબાદ (દિલ્હી) ખાતે રહેતા રાજીવ ઉર્ફે વીકી સક્સેના નામના યુવાન સાથે રિલેશનશિપમાં હતી. આ સમયગાળા દરમિયાન આરોપી રાજીવ ઉર્ફે વિકી દ્વારા ઉપરોક્ત પરિણીતા પાસેથી યેન-કેન પ્રકારે તેમના મોડેલિંગ ફોટા, કપલ ફોટા, બિભત્સ ફોટા અને વિડિયો મેળવી લીધા હતા. આ બાદ યુવતીના લગ્ન થઈ ગયા પછી પણ ઉપરોક્ત આરોપી દ્વારા તેણીના ફોટા ચોક્કસ નામથી ફેસબૂક આઈ.ડી. બનાવી, અને તે સોશિયલ મીડિયામાં ફોટા અને વિડિયો વાયરલ કર્યા હતા. આ રીતે તેણીની સમાજમાં થયેલી બદનામીથી કંટાળીને આખરે પોતાના હાથે ગળાફાંસો ખાઈને તેણીએ આપઘાત કરી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણમાં મૃતક યુવતીના પતિ દ્વારા પોતાના પત્નીના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને તેણીને મરી જવા માટે મજબૂર કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ગાઝીયાબાદના આરોપી રાજીવ ઉર્ફે વિકી સક્સેના સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.એ. રાણા દ્વારા હાથ ધરવામાં આવી છે. લગ્ન પૂર્વેના સંબંધોના લાલબત્તી સમાન આ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech